Get The App

Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન નહીંતર લાગશે દોષ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન નહીંતર લાગશે દોષ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 07 માર્ચ 2024 ગુરૂવાર

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિની રાત ખૂબ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે રાતના સમયે જ ભગવાન શિવ સાથે માતા પાર્વતીના શુભ લગ્ન સંપન્ન થયા હતા. તેથી આ દિવસે રાત્રે શોભાયાત્રા અને શિવ પૂજન કરવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના દિવસે શુક્રવારે છે. માન્યતા અનુસાર ભગવાન શિવ ઝડપથી પ્રાર્થના સ્વીકાર કરનાર દેવતા માનવામાં આવે છે એટલે કે થોડી ભક્તિથી પણ પ્રસન્ન થઈને આશીર્વાદ આપી દે છે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની કૃપા મેળવવાનો ખાસ અવસર હોય છે. જો તમે ભગવાન શિવની અસીમ કૃપા મેળવવા ઈચ્છો છો તો મહાશિવરાત્રિના દિવસે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવુ. 

મહાશિવરાત્રિ પર શું કરવુ જોઈએ

મહાશિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.

જો તમે મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખી રહ્યા છો તો સૂર્યોદય પહેલા જ વ્રતનો સંકલ્પ લો.

આ દિવસે શિવ મંદિર જઈને શિવલિંગનો જળાભિષેક જરૂર કરો કે પછી રૂદ્રાભિષેક કરો.

શિવલિંગ પર મહાશિવરાત્રિના દિવસે બેલપત્ર, ધતૂરો, ગંગાજળ, અત્તર, ગાયનું કાચુ દૂધ, દહીં, મધ વગેરે સામગ્રી અર્પણ કરો. આવુ કરવાથી મહાદેવના આશીર્વાદ મળે છે.

આ દિવસે સાંજે શિવ પુરાણ, શિવ ચાલીસા, મહાશિવરાત્રિની કથા વાંચવી જોઈએ કે તેને સાંભળવી જોઈએ.

મહાશિવરાત્રિના દિવસે માત્ર ફળાહાર જેમ કે સફરજન, કેળા, દાડમ, સાબુદાણાની ખિચડી, દહીં, દૂધ વગેરે વસ્તુઓનું વ્રત દરમિયાન સેવન કરવુ જોઈએ. 

મહાશિવરાત્રિના દિવસે ચાર સમયની પૂજા મુહૂર્ત અનુસાર કરવાથી મહાદેવની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે શિવ પૂજન જરૂર કરવુ.

આ દિવસે જરૂરિયાતમંદોને દાન-પુણ્ય કરવુ જોઈએ. આવુ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

મહાશિવરાત્રિના પર્વનું વિશેષ મહત્વ રાતના સમયે હોય છે. આ દરમિયાન રાત્રિ જાગરણ કરવુ અને ભગવાન શિવનું ધ્યાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

આ દિવસે ભગવાન શિવના મંત્રોનો જાપ અને તેમની સ્તુતિનો પણ પાઠ કરવો જોઈએ. 

મહાશિવરાત્રિ પર શું ન કરવુ જોઈએ  

મહાશિવરાત્રિના દિવસે મોડા સુધી સૂઈ રહેવુ જોઈએ નહીં. આ દિવસ અતિ પાવન હોય છે એટલે આવુ કરવાથી વ્યક્તિને દુર્ભાગ્યની પ્રાપ્તિ થાય છે.

પૂજા પદ્ધતિ અનુસાર આ દિવસે ભૂલથી પણ ડુંગળી, લસણ વગેરે તામસિક વસ્તુઓનું સેવન કરવુ જોઈએ નહીં. નહીંતર મહાદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

આ દિવસ પવિત્રતાનું પ્રતીક છે આ દિવસે ઝઘડો ન કરવો, ક્રોધ ન કરવો, ખોટુ બોલવુ જોઈએ નહીં નહીંતર દોષ લાગે છે.

મહાશિવરાત્રિના દિવસે ગંદા વસ્ત્ર બિલકુલ પહેરવા જોઈએ નહીં. ઘરમાં કોઈ સભ્યને અપશબ્દ ન કહેવા અને કોઈનો અનાદર કરવો જોઈએ નહીં. 

પૂજા પદ્ધતિ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો. તેમજ તેને શિવ પ્રતિમાની આસપાસ ન રાખવો.

ભગવાન શિવને કેતકીનું ફૂલ ચઢાવવામાં આવતુ નથી કેમ કે આ ફૂલને પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે શ્રાપ આપ્યો હતો. 

આ સાથે શિવજીની પૂજામાં તુલસીના પાન અને કમળના ફૂલનો ઉપયોગ કરવો પણ શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યો છે.


Google NewsGoogle News