રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મુખ્ય પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Image Twitter |
Ram Mandir: યોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મુખ્ય પૂજારી આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું આજે શનિવારે સવારે નિધન થયું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, 85 વર્ષીય દીક્ષિતનું વૃદ્ધાવસ્થાના કારણે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મણિકર્ણિકા ઘાટ ખાતે કરવામાં આવ્યો. પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે વારાણસીના ચોક વિસ્તારની મંગલાગોરી ગલીમાં આવેલા તેમના નિવાસ સ્થાને સવારે લગભગ 7:00 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
काशी के प्रकांड विद्वान एवं श्री राम जन्मभूमि प्राण प्रतिष्ठा के मुख्य पुरोहित, वेदमूर्ति, आचार्य श्री लक्ष्मीकांत दीक्षित जी का गोलोकगमन अध्यात्म व साहित्य जगत की अपूरणीय क्षति है।
— Yogi Adityanath (@myogiadityanath) June 22, 2024
संस्कृत भाषा व भारतीय संस्कृति की सेवा हेतु वे सदैव स्मरणीय रहेंगे।
प्रभु श्री राम से प्रार्थना…
ગત 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વારાણસીના વરિષ્ઠ વિદ્વાનોમાં ગણાતા દીક્ષિત મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વતની હતા, પરંતુ તેમનો પરિવાર ઘણી પેઢીઓથી વારાણસીમાં રહે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.