થોડા દિવસોમાં 'મૃત્યુ પંચક' શરૂ થશે, અશુભ પરિણામથી બચવા રાખો આટલી બાબતોનું ધ્યાન

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
થોડા દિવસોમાં 'મૃત્યુ પંચક' શરૂ થશે, અશુભ પરિણામથી બચવા રાખો આટલી બાબતોનું ધ્યાન 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 30 જાન્યુઆરી 2024 મંગળવાર

જ્યોતિષ માન્યતાઓ અનુસાર પંચક એક એવો સમયગાળો છે જેમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય કરવામાં આવતા નથી નહીંતર તેના શુભ પરિણામ પ્રાપ્ત થતા નથી. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવુ પડે છે જેથી અશુભ માનવામાં આવતા આ સમયગાળાની તેમની પર કોઈ નકારાત્મક અસર ન પડે. 

ફેબ્રુઆરીમાં આ દિવસથી પંચક લાગી રહ્યુ છે

પંચાંગ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં પંચકની શરૂઆત 10 ફેબ્રુઆરી શનિવારના દિવસે સવારે 10.02 મિનિટે થઈ રહી છે. તેનું સમાપન 14 ફેબ્રુઆરી બુધવારના દિવસે સવારે 10.44 મિનિટ પર થશે.

પંચક શું હોય છે

દર મહિને અમુક ખાસ દિવસ હોય છે જ્યારે કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય કરવાની ના પાડવામાં આવે છે. પંચક હકીકતમાં અશુભ નક્ષત્રોનો યોગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પંચકનો સમયગાળો શનિવારથી શરૂ થાય છે તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. દરમિયાન વ્યક્તિએ આ પંચક દરમિયાન ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આને મૃત્યુ પંચકના નામથી ઓળખવામાં આવે છે. દરમિયાન જાન્યુઆરી મહિનાની જેમ ફેબ્રુઆરી મહિનામાં પણ મૃત્યુ પંચક લાગવાનું છે.

આ વાતોનું રાખો ધ્યાન

માન્યતા અનુસાર પંચક દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ જેવા શુભ કાર્યો કરવાથી બચવુ જોઈએ. આ સાથે જ પંચક દરમિયાન લેવડ-દેવડ કે કરાર કરવા પણ અશુભ માનવામાં આવે છે. આવુ કરવાથી વ્યક્તિને ધનની હાનિ વેઠવી પડી શકે છે. વ્યક્તિએ પંચકના સમયગાળામાં દક્ષિણ દિશામાં મુસાફરી ન કરવી જોઈએ. 

જો કોઈ કારણસર આ દિશામાં મુસાફરી કરવી પણ પડે તો એવામાં યાત્રા શરૂ કર્યા પહેલા અમુક પગલા પાછળ વળીને અને પછી દક્ષિણ દિશામાં યાત્રા શરૂ કરો. આ સાથે જ પંચક દરમિયાન ખાટલો બનાવવો કે ધાબુ ભરાવવાની પણ મનાઈ હોય છે. કેમ કે આવુ કરવાથી વ્યક્તિને ધન હાનિ, ગૃહ ક્લેશની સ્થિતિ બની શકે છે.


Google NewsGoogle News