મે મહિનાના અંતમાં ફરી બની રહ્યો છે અશુભ યોગ: પાંચ દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Updated: May 27th, 2024


Google NewsGoogle News
મે મહિનાના અંતમાં ફરી બની રહ્યો છે અશુભ યોગ: પાંચ દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ 1 - image
Image Envato 

Panchak June 2024: આ વર્ષે મે મહિનામાં બીજી વખત પંચકમાં સંયોગ બની રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, મેની શરૂઆત પણ પંચકથી થઈ અને હવે અંત પણ પંચકમાં હશે. પંચક એ 5 દિવસનો અશુભ કાળ માનવામાં આવે છે. જેમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, અને કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલા શુભ મૂહુર્ત નીકાળવામાં આવે છે. જેથી તેમાં પંચક કે ભદ્રા કાલ વગેરેનો પડછાયો ન હોય. જો તમે કોઈપણ શુભ કાર્ય, ઘરનું નિર્માણ, ગૃહ પ્રવેશની આયોજન કરી રહ્યા હોવ, તો આ મહિનાની પંચક કાળની તારીખ, પંચક ક્યારે શરૂ થશે અને કેટલો સમય ચાલશે તેના વિશે જાણી લેવું જરુરી છે. 

પંચક ક્યારથી શરુ થાય છે?

મે મહિનામાં બીજીવાર પંચક તા. 29મી મે 2024ના રોજ રાત્રે 08.06 વાગ્યાથી શરૂ થશે. આ પંચક સોમવાર, 3 જૂન, 2024 ના રોજ બપોરે 01.40 કલાકે સમાપ્ત થશે. આ રીતે જૂન મહિનાની શરુઆત પણ પંચકથી થઈ રહી છે. એવામાં જો તમે કોઈ શુભ કાર્ય કરવાનું વિચારી રહ્યા છો, તો પંચકની શરૂઆત પહેલા જ પતાવી દો. આમ તો આ પંચક 29 મે, બુધવારથી શરૂ થઈ રહ્યા છે, અને બુધવારથી શરૂ થનાર પંચક અશુભ માનવામાં નથી આવતા. પરંતુ હજુ પણ એવા કેટલાક કામ છે,  જે પંચક દરમિયાન ન કરવા જોઈએ. 

પંચકમાં ના કરશો આ કામ 

ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવેલું છે, તે પ્રમાણે જો પંચક કાળમાં નિષિદ્ધ કામો કરવામાં આવે તો ચોરી, ધનહાનિ, બીમારી કે મૃત્યુ સમાન કષ્ટ થવાના યોગ બને છે. તેથી, પંચકના 5 દિવસ દરમિયાન શુભ કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે.

  • પંચક કાળ દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. 
  • પંચક કાળમાં નવા ઘરનું નિર્માણ કાર્ય શરૂ કરવું, ધાબુ ભરવું, દરવાજાની ફ્રેમ લગાવવી અને ગૃહ પ્રવેશ કરવો પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પંચકમાં બનેલા ઘરમાં ક્યારેય સુખ-સમૃદ્ધિ નથી મળથી. સતત ગરીબી અને બીમારીઓનો સામનો કરવો પડે છે.  
  • પંચકમાં નવો ધંધો શરુ કરવો જોઈએ નહીં, તેમા સફળતા મળવામાં શંકા રહે છે. 
  • આ સિવાય પંચાંગમાં પલંગ કે ખાટલો બનાવવો અને લાકડા એકઠા કરવા પણ અશુભ માનવામાં આવે છે.
  • પંચક કાળમાં દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ.

આ પણ વાંચો: આ વર્ષે શનિ જયંતી પર ગજકેસરી યોગ: આ રીતે પૂજા કરવાથી થશે અપાર શક્તિ અને ધનની પ્રાપ્તિ     





Google NewsGoogle News