દિવાળીના પર્વ પર લાલ વસ્ત્ર, શ્રીયંત્ર અને લક્ષ્મી-ગણેશની મૂર્તિ લાવો ઘરે, કરો પૂજા, સંપત્તિની નહીં રહે અછત
આ દિવસે લાલ રંગના વસ્ત્ર ખરીદવા પણ શુભ માનવામાં આવે છે
શ્રીયંત્રની જેમ જ દિવાળીએ ગોમતી ચક્ર ખરીદીને લાવવુ પણ ખૂબ શુભ માનવામાં આવે છે
Image Social Media |
તા. 11 નવેમ્બર 2023, શનિવાર
દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બરે એટલે કે આવતીકાલે છે. સનાતન ધર્મમાં દિવાળીનો તહેવાર તમામ તહેવારોમાં સૌથી મોટો માનવામાં આવ્યો છે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. દિવાળીના થોડા દિવસ પહેલા જ સાફ-સફાઈ શરૂ થઈ જાય છે. આ દિવસે ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ભગવાન રામના 14 વર્ષના વનવાસથી પાછા ફરવાની ખુશીમાં મનાવવામાં આવે છે.
જ્યોતિષ અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી જીવનભર ધન-સંપત્તિની અછત રહેતી નથી. આ સાથે જ આ દિવસે અમુક વસ્તુઓ ઘરમાં લાવવી પણ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા રહે છે.
લાલ વસ્ત્ર
દિવાળીના દિવસે નવા વસ્ત્ર પહેરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે લાલ રંગના વસ્ત્ર ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે લાલ રંગના વસ્ત્ર ઘરે લાવવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.
શણગારનો સામાન
દિવાળીના દિવસે શણગારનો સામાન ખરીદીને લાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે શણગારના સામાન સાથે લાલ સાડી પણ ખરીદવી શુભ હોય છે. તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
શ્રીયંત્ર
દિવાળીના દિવસે શ્રીયંત્ર ખરીદીને ઘરે લાવવુ અને સ્થાપના કરવી બંને શુભ માનવામાં આવે છે. આ દિવસે શ્રીયંત્રને ખરીદીને ઘરે લાવવાથી ધનની વૃદ્ધિ થવા લાગે છે અને વ્યક્તિ રાજાની જેમ જીવન જીવે છે.
ગોમતી ચક્ર
શ્રીયંત્રની જેમ જ દિવાળીએ ગોમતી ચક્ર ખરીદીને લાવવુ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર-પરિવાર સંપન્ન થાય છે. દિવાળીના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદીને ઘરે લાવો તેનાથી માતા લક્ષ્મીની ખાસ કૃપા વરસશે અને ધન-ધાન્યની અછત ક્યારેય રહેશે નહીં.
લક્ષ્મી-ગણેશની મૂર્તિ
દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદીને ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરે લાવવાથી આખુ વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને ધનની અછત રહેતી નથી.