કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ ભૂલથી પણ આ રંગના વસ્ત્રો પહેરવા ન જોઈએ નહીંતર થશે અશુભ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ ભૂલથી પણ આ રંગના વસ્ત્રો પહેરવા ન જોઈએ નહીંતર થશે અશુભ 1 - image


                                                           Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર

કરવા ચોથનો તહેવાર આપણા દેશમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ ખૂબ ધામધૂમથી મનાવે છે. સૌભાગ્યવતી મહિલાઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ હોય છે. આ વ્રત સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખે છે. આ વ્રતને આખો દિવસ નિર્જળા રાખવાનું હોય છે. આ વખતે આ કરવા ચોથનું વ્રત 1 નવેમ્બરે મનાવવામાં આવશે. કરવા ચોથનું વ્રત પતિ સાથે જોડાયેલુ હોય છે દરમિયાન આ વ્રતમાં મહિલાઓ સોળ શણગાર પણ કરે છે. તેથી આ દિવસને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પરિણીત સ્ત્રીઓને વ્રત સાથે વસ્ત્રોની પસંદગી પર પણ ખાસ ધ્યાન આપવાનું હોય છે. આ દિવસે મહિલાઓએ અમુક રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ નહીંતર તેમના પતિઓ પર મુશ્કેલી આવી શકે છે.

કાળો રંગ

કરવા ચોથના દિવસે પરિણીત મહિલાઓને કાળા રંગના કપડા પહેરવા જોઈએ નહીં. આ રંગ અશુભ અને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કે પૂજા-પાઠ કરતી વખતે કાળા રંગના કપડા પહેરવાની મનાઈ કરવામાં આવે છે. જોકે મંગળસૂત્ર અને કાજલનો ઉપયોગ કરી શકો છો, કેમ કે આ ખરાબ નજરથી બચાવે છે.

સફેદ રંગ

હિન્દુ ધર્મમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે સફેદ રંગ પહેરવો અશુભ માનવામાં આવે છે. તેથી કરવા ચોથ પર પરિણીત મહિલાઓએ સફેદ રંગના કપડા ક્યારેય પણ પહેરવા જોઈએ નહીં. આ સાથે જ આ દિવસે સફેદ રંગની વસ્તુઓ જેમ કે દહી, ચોખા કે સફેદ વસ્ત્રનું દાન કરવુ જોઈએ નહીં. 

વાદળી રંગ

કરવા ચોથના દિવસે વાદળી રંગના કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે કેમ કે આ રંગ દુ:ખથી ભરેલો રંગ માનવામાં આવે છે. તેથી સૌભાગ્યવતી મહિલાઓએ કરવા ચોથ પર આ રંગના વસ્ત્ર પહેરવા જોઈએ નહીં. 

કયા રંગની સાડી પહેરવી 

લાલ રંગને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે દરમિયાન જો સૌભાગ્યવતી સ્ત્રીઓ લાલ, મરૂન, લીલા રંગની સાડી પહેરે તો આ તેમના માટે ખૂબ શુભ છે. આ રંગના વસ્ત્રોથી ભગવાન પણ પ્રસન્ન થાય છે.


Google NewsGoogle News