Get The App

રક્ષાબંધન પર આ ત્રણ વસ્તુઓથી કરો ભાઈનું તિલક, દરેક ક્ષેત્રે મળશે સફળતા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
રક્ષાબંધન પર આ ત્રણ વસ્તુઓથી કરો ભાઈનું તિલક, દરેક ક્ષેત્રે મળશે સફળતા 1 - image


Image: Freepik

Raksha Bandhan Tilak: હિંદુ ધર્મમાં રક્ષાબંધનને ભાઈ બહેનોના વિશેષ તહેવાર તરીકે મનાવવામાં આવે છે જે બંનેની વચ્ચેના અતૂટ પ્રેમને દર્શાવે છે. દર વર્ષે આ પર્વ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. રક્ષાબંધન આ વર્ષે 19 ઓગસ્ટ 2024, સોમવારે છે. આ દિવસે બહેન પોતાના ભાઈનાં કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને પ્રગતિની પ્રાર્થના કરે છે. ભાઈ પણ પોતાની બહેનને ભેટ આપવાની સાથે જ તેની રક્ષાનું વચન આપે છે. રાખડી બાંધ્યા પહેલા બહેન પોતાના ભાઈના માથા પર તિલક લગાવે છે અને તિલકને શુભતાની સાથે જોડીને જોવામાં આવે છે. એવી માન્યતા છે કે અમુક ખાસ વસ્તુઓથી તિલક કરવામાં આવે તો તેનાથી તમારા ભાઈની પ્રગતિ થાય છે.

1. હળદરનું તિલક

ઘરમાં કોઈ પૂજા દરમિયાન કે શુભ કાર્યો દરમિયાન હળદરનું તિલક લગાવતાં જોયું હશે કેમ કે હળદરને શુભતા, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. દરમિયાન જ્યારે તમે પોતાના ભાઈના માથા પર હળદરનું તિલક લગાવો છો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ હળદરને સ્વાસ્થ્યવર્ધક પણ માનવામાં આવે છે. તેથી તેના તિલકથી તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

2. કેસરનું તિલક

ઘરમાં કેસરનો ઉપયોગ ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે કેમ કે તેને સન્માન અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. દરમિયાન આ રક્ષાબંધનમાં તમે પોતાના ભાઈને કેસર તિલક કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય કેસરને ગુરુ ગ્રહ સાથે જોડીને પણ જોવામાં આવે છે, તેથી જ્યારે તમે કેસરથી તિલક કરો છો તો ભાઈ પર ગુરુ ગ્રહની કૃપા જળવાઈ રહે છે.

3. કંકુનું તિલક

રક્ષાબંધનના આ તહેવાર પર તમે પોતાના ભાઈનું તિલક કંકુથી કરો. કંકુને વિજયનું પ્રતીક પણ માનવામાં આવે છે. દરમિયાન જ્યારે તમે તેનાથી પોતાના ભાઈને તિલક લગાવીને તેના જીવનમાં વિજયની કામના કરો છો તો તે કોઈ પણ ક્ષેત્રમાં પરાજિત થતાં નથી. તે માટે પ્રગતિના માર્ગ ખુલી જાય છે. કંકુ માતાજીને પસંદ હોય છે. દરમિયાન તમે કંકુનું તિલક લગાવીને માતાજી પાસે પોતાના ભાઈની પ્રગતિની પ્રાર્થના કરી શકો છો.


Google NewsGoogle News