Get The App

Budh Gochar 2024: 7 માર્ચે મીન રાશિમાં ગોચર કરશે બુધ ગ્રહ, આ 3 રાશિના જાતકોને થશે લાભ

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
Budh Gochar 2024: 7 માર્ચે મીન રાશિમાં ગોચર કરશે બુધ ગ્રહ, આ 3 રાશિના જાતકોને થશે લાભ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 26 ફેબ્રુઆરી 2024 સોમવાર

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની ચાલ મહત્વપૂર્ણ હોય છે. તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડે છે. કોઈનો પ્રભાવ પોઝિટિવ હોય છે તો કોઈનો નેગેટિવ. ગ્રહ એક નક્કી સમય બાદ જ પોતાની ચાલ બદલે છે. જેના કારણે માર્ચમાં ઘણા ગ્રહ પોતાની ચાલ બદલશે. જેમાં ગ્રહોના રાજકુમાર એટલે કે બુધ ગ્રહ 7 માર્ચે ગુરૂની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ હશે જે 25 માર્ચ સુધી રહેશે. તેનો પ્રભાવ 3 રાશિઓ માટે ખૂબ શુભ રહેશે. 

1. વૃષભ રાશિ

બુધ ગોચર વૃષભ રાશિના લોકો માટે ખૂબ શુભ માનવામાં આવી રહ્યુ છે. જે લોકો નવી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ શુભ રહી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા બાળકોને શુભ પરિણામ મળશે. લાંબા સમયથી જો કોઈ બીમારીથી પરેશાન છો તો ઝડપથી છુટકારો મળી શકે છે. વેપારીઓને રોકાયેલુ ધન પાછુ મળી શકે છે. યાત્રાના પણ યોગ બની રહ્યા છે.

2. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે મીન રાશિમાં બુધ ગોચર સારો રહેશે. આર્થિક સમસ્યાઓથી પરેશાન લોકોને શુભ સમાચાર મળી શકે છે. વેપારીઓને નફો થશે અને આર્થિક લાભ થશે. નોકરી કરી રહેલા લોકોની પ્રશંસા થશે અને પ્રમોશન પણ થઈ શકે છે. પાર્ટનરની સાથે જરૂર સમય પસાર કરો નહીંતર અણબનાવની સ્થિતિ પેદા થઈ શકે છે.

3. કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે 7 માર્ચનું બુધ ગોચર ખૂબ સારુ રહેશે. વેપારીઓ માટે સમય સારો છે. રોકાણના પણ સારા પરિણામ મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે અને ધનલાભના નવા સોર્સ બની શકે છે. આરોગ્યનું ધ્યાન રાખો, બહારનું ભોજન જમવુ નહીં, પાચન સંબંધિત બીમારીઓ આ સમયે તમને પરેશાન કરી શકે છે.


Google NewsGoogle News