હનુમાનજીના જન્મોત્સવ પર રાશિ પ્રમાણે કરો તેમની પ્રિય વસ્તુઓ અર્પણ, ઘરમાં થશે લક્ષ્મીનો વાસ
Hanumanji Janmotsav : હનુમાન જન્મોત્સવ રામ ભક્ત ભગવાન હનુમાનના જન્મનું પ્રતીક છે, જે ભગવાન શ્રીરામ અને માતા સીતાના પરમ ભક્ત હતા. આ વખતે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. બજરંગબલી ભક્તિ, શક્તિ અને નિસ્વાર્થતાના પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. આવો આજે તમને રામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે રાશિ અનુસાર શું અર્પણ કરવું જોઈએ તે જાણીએ..
આ પણ વાંચો : રામનવમીએ સવારથી સાંજ સુધીના આ મુહૂર્તમાં કરજો પૂજા, જાણી લો વિધિ, ઉપાય
રાશિ પ્રમાણે હનુમાનજીને આ વસ્તુઓ કરો અર્પણ
મેષ રાશિ:
મેષ રાશિવાળાએ હનુમાન જન્મોત્સવ પર હનુમાનને લાલ ચોળા અર્પણ કરવા જોઈએ.
વૃષભ રાશિ :
વૃષભ રાશિના જાતકોએ હનુમાનજીને દુધથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
મિથૂન રાશિ:
મિથૂન રાશિના જાતકોએ બજરંગબલીને મીઠા પાનનો ભોગ લગાવવો જોઈએ.
કર્ક રાશિ :
કર્ક રાશિના જાતકોએ તુલસીની માળા વીર હનુમાનને ચડાવી જોઈએ.
સિંહ રાશિ:
સિંહ રાશિના લોકોએ હનુમાનજીને નારંગી ચોળા ચડાવવા જોઈએ.
કન્યા રાશિ:
કન્યા રાશિના જાતકોએ પવન પુત્રને ગંગાજળનો અભિષેક કરવો જોઈએ.
તુલા રાશિ:
તુલા રાશિના જાતકોએ હનુમાનજીને પંચામૃત અર્પણ કરવું જોઈએ.
વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિના જાતકોએ વીર હનુમાનને લાડુઓનો ભોગ લગાવવો જોઈએ.
ધન રાશિ:
ધન રાશિના જાતકોએ હનુમાનજી મહોત્સવ પર બજરંગબલીને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ.
મકર રાશિ:
મકર રાશિના જાતકોએ હનુમાનજીને શમી પત્ર ચડાવવા જોઈએ.
કુંભ રાશિ:
કુંભ રાશિના જાતકોએ ભગવાન હનુમાનજીને કેળાનો ભોગ લગાવવો જોઈએ.
મીન રાશિ:
મીન રાશિના જાતકોએ વીર બજરંગબલીને બેસનના લાડુનો ભોગ લગાવવો જોઈએ.