મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથને અર્પણ કરો આ વસ્તુ, થશે ધનવર્ષા
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 06 માર્ચ 2024 બુધવાર
સમગ્ર દેશના શિવાલયોમાં મહાશિવરાત્રિના દિવસે શિવ ભક્તોની ભીડ ઉમટશે. મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવની ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તમામ જ્યોતિર્લિંગમાં અલગ-અલગ પ્રકારે મહાશિવરાત્રિનો તહેવાર મનાવવામાં આવે છે. ક્યાંક ભાંગ ચઢાવવામાં આવે છે તો ક્યાંક દૂધ તો ક્યાંક ખીરનો ભોગ લગાવીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ત્રણ વસ્તુઓની પ્રાધાન્યતા હોય છે. એક વ્રત, બીજી પૂજા વિધિ અને ત્રીજુ જાગરણ. તેનાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે.
દેવઘર બાબા બૈદ્યનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી એક બાબા બૈદ્યનાથ ધામ છે. પ્રકૃતિનું મિલન સ્થળ છે. દેવઘરમાં શિવ અને શક્તિ બંનેની પૂજા આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુ પૂજા આરાધના કરવા માટે પહોંચે છે. દેવઘરના બૈદ્યનાથધામને મનોકામના લિંગ પણ કહેવાય છે. દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિના દિવસે દેવઘરમાં ચાર પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુ, મુગટ, ગઠબંધન વગેરે વસ્તુઓ અર્પણ કરે છે.
મહાશિવરાત્રિના દિવસે થાય છે ખાસ વસ્તુનું અર્પણ
દેવઘરમાં શિવ અને શક્તિ બંનેનો વાસ છે. શિવથી પહેલા શક્તિની પૂજા આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રિનો દિવસ દેવઘરના લોકો માટે ખાસ દિવસ હોય છે. માતા પાર્વતીએ કઠોર વ્રત તપસ્યા કરીને ભગવાન ભોલેનાથને પ્રાપ્ત કર્યા હતા. તેથી દેવઘરમાં વર્ષમાં એક વાર ભગવાન શિવના શિવલિંગની ઉપર સિંદૂર અર્પણ કરવામાં આવે છે. મહિલાઓ સુખ અને સૌભાગ્યની કામના માટે બાબાના દરબારમાં પહોંચે છે અને ભોલેનાથની ઉપર સિંદૂર અર્પણ કરે છે. તેનાથી ઘરમાં ધનનો પ્રવાહ પણ વધે છે.