16 કે 17 ઓક્ટોબર, ક્યારે થશે શરદ પૂનમની ઉજવણી? જાણો સ્નાન-દાનનું મુહૂર્ત
Sharad Poonam : હિંદુ શાસ્ત્રો અનુસાર દરેક પૂનમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. પરંતુ વર્ષમાં બે પૂનમને સૌથી વિશેષ માનવામાં આવે છે. એક શરદ પૂનમ અને બીજી ગુરુ પૂનમ. શરદ પૂનમને કોજાગરી વ્રત તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસ એટલો શુભ અને સકારાત્મક હોય છે કે, ફક્ત નાના ઉપાયો કરવાથી પણ મોટી પરેશાનીઓ ટળી જાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો. તેથી, આ તારીખ ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શરદ પૂનમની તિથિ
શરદ પૂનમની તિથિની શરૂઆત 16 ઓક્ટોબરે રાત્રે 8:40 વાગ્યે શરૂ થશે. અને 17 ઓક્ટોબરે સાંજે 4:55 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, શરદ પૂનમ 16 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.
શરદ પૂનમના દિવસે પૂજાનો સમય
શરદ પૂનમના દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 5:05 કલાકે રહેશે. આ સિવાય ખીર રાખવાનો સમય રાત્રે 8.40 વાગ્યાથી શરૂ થશે.
સ્નાન અને દાન માટેનો શુભ સમય
સ્નાન અને દાન હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં જ કરવું જોઈએ. સ્નાન કરવાનો સમય સવારે 4:42 થી 5:32 વાગ્યા સુધીનો રહેશે.
શરદ પૂનમનું મહત્વ
શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કલાથી ભરેલો હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાંથી અમૃતની વર્ષા થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, પ્રેમ અને કલાથી ભરપૂર હોવાને કારણે શ્રી કૃષ્ણએ આ દિવસે મહારાસ કર્યો હતો.
શરદ પૂનમના દિવસે વિશેષ પ્રયોગ
આ દિવસે વિશેષ પ્રયોગ કરવાથી તમે ઉત્તમ સ્વાસ્થ્ય, પ્રેમ અને સંપત્તિ મેળવી શકો છો. આ ઉપરાંત અમુક ઉપાયો કરી ચંદ્રને મજબૂત બનાવી શકાય છે.