બાબા વેંગાની વર્ષ 2025 માટે ડરામણી ભવિષ્યવાણી, જાણો શું થવાનું છે આગામી વર્ષમાં
Nostradamus Predictions 2025: વર્ષ 2024નો છેલ્લો એટલે કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને થોડા દિવસો પછી નવું વર્ષ શરુ થવા જઈ રહ્યું છે. નવા વર્ષની શરુઆત પહેલા મોટાભાગના લોકો એ જાણવા માંગતા હોય છે કે, આવનારા વર્ષમાં શું શું મોટી વસ્તુઓ થવાની છે. જો તમે પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છો કે, વર્ષ 2025માં કઈ કઈ મોટી ઘટનાઓ બની શકે છે, તો આ લેખમાં અમે તમને બલ્ગેરિયાના નેત્રહિન ભવિષ્યવેત્તા બાબા વેંગા દ્વારા વર્ષ 2025 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ જણાવીશું.
આ પણ વાંચો : વર્ષ 2025માં આ રાશિના જાતકો પર લાગશે શનિની પનોતી, જાણો બચવાના ઉપાય
વર્ષ 2025 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ
બાબા વેંગાની આગાહી પ્રમાણે વર્ષ 2025માં સીરિયાનું પતન વૈશ્વિક સ્તરે સંઘર્ષનું કારણ બનશે. તેમણે કહ્યું હતું કે સીરિયાના પતન પછી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વૈશ્વિક યુદ્ધ શરુ થશે, જે ત્રીજા વિશ્વ યુદ્ધ ((World War III 2025) તરીકે ઓળખાશે. બાબા વેંગાના કહેવા પ્રમાણે યુરોપમાં યુદ્ધ(Europe conflict 2025)ને કારણે માનવજાતના વિનાશની શરુઆત થશે.
આ સિવાય બાબા વેંગાએ વર્ષ 2025 માટે ભવિષ્યવાણી કરી છે કે, માનવી પૃથ્વીની બહાર સંચાર સ્થાપિત કરવામાં સફળતા મેળવી શકશે. તેમજ વર્ષ 2025માં આવી મોટી આફતો આવશે, જેના કારણે પૃથ્વીની ખત્મ થવાની શરુઆત થશે.
આ આગાહીઓ સાચી પડી છે
બાબા વેંગાએ પણ 9/11ના હુમલાની આગાહી કરી હતી. તેમના દ્વારા કરવામાં આવેલી આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. આ સિવાય તેમણે સોવિયત સંઘના વિઘટન વિશે પણ કહ્યું હતું, જે બિલકુલ સાચું સાબિત થયું છે.
આ પણ વાંચો : 'દેશ બહુમતીની ઇચ્છાથી ચાલશે...', વિવાદિત નિવેદન આપનારા જજ સામે સુપ્રીમ કોર્ટ એક્શનમાં
કોણ હતા બાબા વેંગા ?
બાબા વેંગા નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખાય છે. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો અને વર્ષ 1996માં તેમનું અવસાન થયું હતું. તેમના જીવન દરમિયાન તેમણે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે. તેઓ વિશ્વભરના ભવિષ્યવેતાઓમાંથી એક છે. બાબા વેંગાએ ઘણી કવિતાઓ પણ લખી હતી. તેના દ્વારા તેમણે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આમાંની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે, તેમના જીવન દરમિયાન 5000થી વધુ વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી.