Get The App

Nostradamus: 2024માં પૃથ્વી પર બનશે આ ઘટનાઓ, ભવિષ્યવેત્તાએ કરી ભવિષ્યવાણી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Nostradamus: 2024માં પૃથ્વી પર બનશે આ ઘટનાઓ, ભવિષ્યવેત્તાએ કરી ભવિષ્યવાણી 1 - image


Nostradamus Predictions 2024: પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસ (Nostradamus) તેમની ઘણી મોટી અને મહત્વપૂર્ણ આગાહીઓ માટે જાણીતા છે. નાસ્ત્રેદમસે જર્મનીમાં હિટલરના ઉદયથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જ્હૉન એફ કેનેડીના ગોળીબાર સુધી આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે જે સાચી સાબિત થઈ છે. વર્ષ 2024 માટે નાસ્ત્રેદમસની આ આગાહીઓ ખતરનાક અને ડરામણી છે. 

વર્ષ 2024ની તે ભવિષ્યવાણીઓ જે જો સાચી પડી તો દુનિયા માટે મોટો ખતરો બની શકે છે.

નાસ્ત્રેદમસ (Nostradamus) 2024ને કુદરતી આફતોનું વર્ષ ગણાવ્યું છે. તેમના મતે વર્ષ 2024માં આકાશમાંથી વિનાશનો વરસાદ થઈ શકે છે. પૃથ્વી પર ધૂમકેતુ પડી શકે છે અને સમગ્ર વિશ્વનો નાશ થઈ શકે છે.

આ સિવાય તેમણે વર્ષ 2024માં તીવ્ર ગરમીના મોજાની આગાહી કરી હતી. તેમના મતે વર્ષ 2024માં ઘણી જગ્યાએ પૂર અને કેટલીક જગ્યાએ દુષ્કાળ પડી શકે છે. આ વર્ષે વધતા તાપમાનને જોતા આ ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળી રહી છે.

નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ વર્ષ 2024માં મોટું આર્થિક સંકટ આવી શકે છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં સ્થિતિ ખૂબ જ વ્યગ્ર બની જશે. વિશ્વભરમાં ઘઉંની અછત થઇ શકે છે.

આ સિવાય વધુ એક ભવિષ્ણવાણી કરી છે જે પ્રમાણે કુદરતી આફતોના કારણે પૃથ્વી પર 7 દિવસ સુધી અંધકાર રહેશે. આ ઘટના 2022થી 2029ની વચ્ચે ગમે ત્યારે બનવાની ધારણા છે.

નોસ્ટ્રાડેમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીનો અંદાજ પૂર્વ એટલે કે, ભારત વિશે કરવામાં આવી રહ્યો છે. આ હિસાબે હિમાલયમાં તપ કરી રહેલા ઋષિ-મુનિઓનું આગમન થશે અને તેમના ચમત્કારોની ચર્ચા અને જાણ આખી દુનિયામાં થશે.


Google NewsGoogle News