હોળી પછી દુર્લભ સૂર્યગ્રહણ: આટલી મિનિટ સુધી નહીં દેખાય સૂર્ય, 50 વર્ષ પછી સર્જાશે આવું દ્રશ્ય
આ વર્ષે 8 એપ્રિલે એટલે કે ચૈત્ર નવરાત્રિના દિવસે સૂર્યગ્રહણ થશે
આ ગ્રહણ છેલ્લા 50 વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે, અને સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર આખા સુર્યને ઢાંકી દેશે
Image Envato |
Surya Grahan 2024 : હોળીના 15 દિવસ પછી એટલે કે ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ લાગશે. આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ રહેશે, કારણ કે છેલ્લા 50 વર્ષમાં આવું ગ્રહણ નથી થયું. આવો જાણીએ કે તેનું સુતક ક્યારે લાગશે અને આ ગ્રહણની વિશેષતાઓ શું છે. તેમજ કેમ આવું કહેવામાં આવી રહ્યું છે કે, 50 વર્ષ પછી આવું ગ્રહણ થઈ રહ્યું છે? આ વર્ષે 8 એપ્રિલે એટલે કે ચૈત્ર નવરાત્રિના દિવસે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ છેલ્લા 50 વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. આ પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર આખા સુર્યને ઢાંકી દેશે, તેથી દિવસ રાત જેવું અંધારુ છવાઈ જશે. હોળી પછી સર્જાઈ રહ્યું છે દુર્લભ સૂર્યગ્રહણ.
આ ગ્રહણ દરમિયાન 7.5 મિનિટ સુધી સૂર્ય નહીં દેખાય
ગ્રહણના એક દિવસ પહેલા ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે, જે એક ખગોળકીય ઘટના બની રહી છે. આ સમયે ચંદ્ર પૃથ્વીથી માત્ર 3,60,000 કિલોમીટર દૂર હશે. આ સુર્યગ્રહણમાં ચંદ્ર સૂર્યને ઢાંકી દેશે, જેથી કરીને આ ગ્રહણ દરમિયાન 7.5 મિનિટ સુધી સૂર્ય નહીં દેખાય. જે એક દુર્લભ ઘટના બની રહી છે. છેલ્લીવાર આવી ઘટના વર્ષ 1973માં આફ્રિકન ખંડમાં બની હતી, એટલે કે 50 વર્ષ પહેલા. જ્યાં આટલા લાંબા સમય સુધી સૂર્ય દેખાતો નહોતો દેખાયો.
આ સમયે રહેશે સૂતક
આ ગ્રહણ દરમિયાન સૂતક વિશે વાત કરીએ તો આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. એટલે આ ગ્રહણનું ભારતમાં કોઈ મહત્ત્વ નથી. એટલે આ ગ્રહણનું સૂતક ભારતમાં માન્ય નહીં ગણાય. આ ગ્રહણ અમેરિકામાં સ્પષ્ટ રીતે જોવા મળશે અને ત્યાં દિવસે રાત જેવું અંધારુ થઈ જશે.
હવે વર્ષ 2033 પહેલા નહીં સર્જાય
આ પછી આવનારા વર્ષ 2033 સુધી નહીં સર્જાય. આ ગ્રહણ ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સ્પષ્ટપણે દેખાશે. જેમા મેક્સિકો, સિનાલોઆ, નાયરિત, દુરાંગો, ચિહુઆહુઆ અને કોહુઈલામાં સ્પષ્ટ જોઈ શકાશે. ભારતમાં આ સુર્યગ્રહણ જોઈ શકાશે નહીં.
અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાશે સુર્યગ્રહણ
યુએસના ટેક્સાસ, ઓક્લાહોમા, અર્કાંસાસ, મિઝોરી, ઇલિનોઇસ, કેન્ટુકી, ટેનેસી, મિશિગન, ઇન્ડિયાના, ઓહિયો, પેન્સિલવેનિયા, ન્યૂ યોર્ક, વર્મોન્ટ, ન્યૂ હેમ્પશાયર અને મેન અને કેનેડાના રાજ્યો ઓન્ટારિયો, ક્યુબેક, ન્યૂ બ્રુન્સવિક, પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ, નોવા સ્કોટીયા અને ન્યુફાઉન્ડલેન્ડમાં સારી રીતે જોઈ શકાય છે.