Get The App

નવરાત્રિના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્ત્વ, જાણો કયા દિવસે કયા રંગના વસ્ત્રો પહેરવા શુભ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
નવરાત્રિના નવ દિવસ રંગોનું છે ખાસ મહત્ત્વ, જાણો કયા દિવસે કયા રંગના વસ્ત્રો પહેરવા શુભ 1 - image


Image: Facebook

Special Significance of Colors in Navratri: આ વખતે નવરાત્રિ 3 ઑક્ટોબર 2024થી શરુ થવાની છે. પૂરા નવ દિવસ મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવશે કેમ કે દેવીના નવ રૂપોનું અલગ-અલગ મહત્ત્વ હોય છે. આ દરમિયાન લોકો 9 દિવસ ઉપવાસ કરે છે અને પંડાલોમાં મા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરે છે. પૂરા નવ દિવસ નિયમથી ઘર અને પંડાલોમાં સવાર-સાંજ પૂજા, અર્ચના અને આરતી થાય છે. નવરાત્રિમાં જેમ 9 રૂપો અને ભોગનું મહત્ત્વ હોય છે તેવી જ રીતે 9 દિવસ સુધી 9 રંગનું પણ મહત્ત્વ હોય છે. 

નવરાત્રિમાં કયા દિવસે કયો રંગ પહેરવો

1. નવરાત્રિના પહેલા દિવસે પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરો. આ માતા શૈલપુત્રીને પ્રિય છે.

2. બીજા દિવસે તમારે શાહી વાદળી રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. આ માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ છે.

3. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજામાં પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેમની પૂજામાં તમે પીળા ફૂલનો ઉપયોગ કરી શકો છો.

4. ચોથા દિવસે તમારે સિલેટ્યા રંગનો ઉપયોગ કરવો જોઈએ. કુષ્માંડા માતાને આ રંગ પ્રિય છે.

5. આ સિવાય સ્કંદમાતાની પૂજા અર્ચનામાં લીલા રંગનો ઉપયોગ કરો. તેનાથી દેવી મા ખૂબ પ્રસન્ન થાય છે. લીલો રંગ તમને નવું કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

6. છઠ્ઠા દિવસે તમારે લાલ રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. મા કાત્યાયનીને આ રંગ ખૂબ પ્રિય છે.

7. સાતમા દિવસે તમારે માતાની પૂજામાં સફેદ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે મા કાલરાત્રિને તે ખૂબ પ્રિય છે.

8. આઠમા દિવસે મહાગૌરીની પૂજામાં ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ તેમને ખૂબ પ્રિય છે.

9. 9મા દિવસે સિદ્ધદાત્રી દેવીની પૂજામાં આસમાની વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી દેવી મા ખુશ થશે.

તો આ નવરાત્રિના 9 દિવસ સુધી તમે અલગ-અલગ રંગોનો ઉપયોગ કરીને પૂજા કરીને માતાના આશીર્વાદ મેળવી શકો છો.


Google NewsGoogle News