નવા વર્ષના પહેલા દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને કરો આ કામ, ઘર-પરિવારમાં થશે સુખ-શાંતિનો વાસ
New Year 2025: નવા વર્ષને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે દરેક વ્યક્તિ નવા વર્ષને સારી રીતે ઉજવવા માંગતાં હોય છે. એટલે દરેક વ્યક્તિ કોશિશ કરે, કે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એવું કામ કરે કે, જેથી તમનું આખું વર્ષ સારુ રહે અને શુભ ફળ મળે. નવા વર્ષના પહેલા દિવસે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ.
પંચાંગ પ્રમાણે વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025, બુધવારના રોજ બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 05:25 થી 06:19 સુધીનો રહેશે.
નવા વર્ષના પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની કોશિશ કરો અને સ્નાન વિધિ પૂર્ણ કરી મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. ત્યાર બાદ મંદિરમાં બેસીને મંત્રો જાપ કરો. આ કર્યા પછી, તમારા હાથમાં થોડું પાણી લઈને તમારી મનોકામના કહીને પછી પાણી છોડી દો.
આ પણ વાંચો : નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીમાં આ વસ્તુ બાંધજો, તિજોરી પૈસાથી છલકાશે
આ મંત્રોનો બ્રહ્મ મુહૂર્તમાં જાપ કરો
બ્રહ્મા મુરારિ ત્રિપુરાન્તકરી ભાનુ: શશિ ભૂમિ સુતો બુધશ્ચ. ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરો ભવન્તુ.
આ સાથે નવા વર્ષના બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરો. આવું કરવાથી આખું વર્ષ ભગવાનની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે છે. ત્યાર બાદ થોડીવાર ધ્યાન કરો, અને તમારી હથેળીઓ તરફ જુઓ અને 'ઓમ કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કર્મુલે: તુ ગોવિંદા: પ્રભાતે કર દર્શનમ' મંત્રનો જાપ કરો.