Get The App

અયોધ્યામાં દિવાળીએ બનશે નવો રેકોર્ડ, દીપોત્સવમાં 25 લાખથી વધુ દીવા પ્રગટાવશે સરકાર

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં દિવાળીએ બનશે નવો રેકોર્ડ, દીપોત્સવમાં 25 લાખથી વધુ દીવા પ્રગટાવશે સરકાર 1 - image


Festival of lights in Ayodhya:  રામ લલ્લાના પ્રાણ પતિષ્ઠા બાદ નવો વિશ્વ રેકોર્ડ બનાવવા માટે પ્રથમ દીપોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યોગી સરકારના દીપોત્સવની આઠમા સંસ્કરણ રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. પ્રતિભા ગોયલના સંચાલન હેઠળ દીપોત્સવ-2024ને ઐતિહાસિક બનાવવામાં આવી રહ્યો છે. અને આ ભવ્ય કાર્યક્રમ માટે 30 હજાર સ્વયંસેવકોની મદદથી 25 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

મંગળવારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમના કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટના નેતૃત્વમાં 30 સભ્યોએ સરયુના 55 ઘાટ પર દીવાઓની ગણતરી કરવામાં આવી હતી. આ દરમિયાન સુપરવાઈઝર, ઘાટ ઈન્ચાર્જ, સંયોજક અને દીવા ગણતરી કરતાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા. 

આ પણ વાંચો : જતાં-જતાં મદરેસાને લઈને મોટો ચુકાદો આપશે ડીવાય ચંદ્રચૂડ, CJIની યાદીમાં આ છે મહત્ત્વના કેસ

સ્વયંસેવકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

દીપોત્સવને અલૌકિક અને ભવ્ય બનાવવા માટે યુનિવર્સિટી વહીવટીતંત્રે સ્વયંસેવકો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા આપ્યું છે. 30મી ઓક્ટોબરે દીપોત્સવના દિવસે દીવાઓમાં તેલ ભરવા માટે એક લિટર સરસવની બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વયંસેવકો 28 લાખ દીવાઓમાં સાવધાનીપૂર્વક તેલ નાખતાં રહેશે. આ ઉપરાંત ઘાટ પર તેલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

અયોધ્યામાં દિવાળીએ બનશે નવો રેકોર્ડ, દીપોત્સવમાં 25 લાખથી વધુ દીવા પ્રગટાવશે સરકાર 2 - image

55 ઘાટોને 28 લાખ દીવાઓથી શણગારવામાં આવ્યા

યુનિવર્સિટી પ્રશાસન દ્વારા સરયૂના 55 ઘાટોને 28 લાખ દીવાથી સજાવવાના કામને આખરી ઓપ આપ્યો હતો. તેની તૈયારીઓ માટે યુનિવર્સિટીએ સુપરવાઈઝર, ઘાટ ઈન્ચાર્જ અને કાઉન્ટિંગ વોલેન્ટિયર્સ સાથે બે હજારથી વધુની વિશાળ ટીમ ઉતારવામાં આવી છે. તેમની દેખરેખ હેઠળ દિવાળી દરમિયાન 25 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે.

સ્વસ્તિકને 80 હજાર દીવાઓથી શણગારવામાં આવ્યા

દિપોત્સવના આ પર્વની ભવ્યતા વિશ્વ મંચ પર જોવા મળે તે માટે યુનિવર્સિટી કેમ્પસના સ્વયંસેવકો દ્વારા ઘાટ નંબર 10 પર સ્વસ્તિકને 80 હજાર દીવાઓથી શણગારવામાં આવ્યો છે. તેનાથી વિશ્વભરને શુભ સંદેશ મળશે. તેમજ આ આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.

આ પણ વાંચો : આજે નરક ચતુર્દશી જેને 'છોટી દિપાવલી' પણ કહેવાય છે, જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ

30 હજાર સ્વયંસેવકો દ્વારા 55 ઘાટ પર...

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.પ્રતિભા ગોયલના કુશળ માર્ગદર્શન હેઠળ 30 હજાર સ્વયંસેવકો દ્વારા 55 ઘાટ પર 16x16 દીવાઓનો બ્લોક બનાવવામાં આવ્યો છે, જેમાં 256 દીવાઓને શણગારવામાં આવ્યા છે. જેમાં એક સ્વયંસેવકને 85 થી 90 દીવા પ્રગટાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

'આઈ કાર્ડ વિના પ્રવેશ આપવામાં આવશે નહીં'

દીપોત્સવ નોડલ ઓફિસર પ્રો. સંત શરણ મિશ્રાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકાર અને જિલ્લા વહીવટીતંત્રની મદદથી યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા કાર્યને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઘાટ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને  સઘન કરવામાં આવી છે. આઈડી કાર્ડ વગર પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 



Google NewsGoogle News