ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલાભના યોગ, એક વર્ષ બાદ ગુરુનું મિથુનમાં ગોચર
Image: Freepik
Guru Gochar: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ 14 મે 2025ની મોડી રાત્રે વૃષભ રાશિથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહની કુંડલીમાં શુભ સ્થિતિ જાતકને અપાર ધન, સુખ, માન-સન્માન આપે છે. તેને જ્ઞાની અને ધાર્મિક-આધ્યાત્મિક બનાવે છે. ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ તમામ 12 રાશિઓ પર મોટી અસર નાખશે. 4 રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
વૃષભ રાશિ
દેવગુરુ બૃહસ્પતિ અત્યારે વૃષભ રાશિમાં છે અને આ રાશિથી નીકળીને તેને લાભ આપશે. આ જાતકોને ધન લાભ થઈ શકે છે. માન-સન્માન વધશે. પદ-પ્રતિષ્ઠા વધશે. નોકરી-વેપારમાં પ્રગતિ મળશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે.
મિથુન રાશિ
ગુરુ ગોચર કરીને મિથુન રાશિમાં જ આવશે અને આ જાતકોને ખૂબ લાભ આપશે. વેપારમાં જોરદાર પ્રગતિ રહેશે. જીવનમાં ધન-વૈભવ, સમૃદ્ધિ વધશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. નોકરી કરનારને પ્રમોશન મળશે. રોકાયેલું ધન મળશે. સન્માન વધશે. સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરનાર જાતકોને સફળતા મળી શકે છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ગુરુનું રાશિ પરિવર્તન ઘણા ક્ષેત્રોમાં લાભ આપશે. અવિવાહિત યુવક-યુવતીઓના લગ્ન થઈ શકે છે. જ્ઞાન વધશે. ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સફળતા મળશે. સુખ મળશે. કિસ્મતનો સાથ મળશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ધર્મ-કર્મમાં રસ રાખો.
મકર રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકોની કિસ્મત બદલી શકે છે. આ લોકોને ગુરુની સાથે શનિ દેવના પણ આશીર્વાદ મળશે. માર્ચમાં તેની સાડાસાતી ખતમ થશે અને પછી ગુરુ ગોચર થશે. જે ડબલ લાભ આપશે. ઘણી મુશ્કેલીઓ ખતમ થશે. રોકાયેલા કામ પૂરા થશે. પ્રગતિ અને રૂપિયા મળશે. નવા કામની શરૂઆત કરવા માટે સમય સારો છે.