નવરાત્રી કળશ સ્થાપના મુહૂર્ત અને નિયમ, આ વાતનું ખાસ ધ્યાન રાખજો
Navratri Kalshstaphana: ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ 9 એપ્રિલ મંગળવારથી થવા જઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રી ચૈત્ર મહિનાની પ્રતિપદાથી શરુ થાય છે. જેમાં આ વર્ષે ચૈત્રી નવરાત્રી પર અનેક શુભ યોગ સાથે ચાર રાજયોગનો સંયોગ બનવા જઈ રહ્યો છે. ઉપરાંત, આ દિવસે સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બંનેનો શુભ સંયોગ થશે. જો કે, આ દિવસે થોડો સમય પંચક હોય છે. આવી સ્થિતિમાં જોઈએ કે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે કલશની સ્થાપના માટે ક્યારે અને કેટલો સમય શુભ રહેશે.
કળશ સ્થાપના માટે આ સમય રહેશે શ્રેષ્ઠ
ચૈત્ર નવરાત્રિ કલશ સ્થાનપના માટેનો શુભ સમય પંચક 9 એપ્રિલને મંગળવારે સવારે 7:32 વાગ્યા સુધી ચાલશે. આ પછી જ કળશ સ્થાપના કરવી શુભ ગણાશે. તેથી, આ પહેલાં કળશસ્થાપન કરવું નહિ. ત્યારપછી અશુભ ચોઘડિયા રાત્રે 9.11 વાગ્યા સુધી રહેશે. આથી આ સમયે પણ કળશ સ્થાપન કરવું નહી. ત્યારપછી શુભ ચોઘડિયું 9.12 થી 10.47 સુધી છે. પરંતુ કળશ સ્થાપના માટે સવારે 11:57 થી 12:48 સુધીનો સમય શ્રેષ્ઠ રહેશે. આ સમયને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે. આથી આ મુહૂર્તમાં કળશ સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે.
કળશ સ્થાપના સમયે આ બાબતોનું રાખો ધ્યાન
- શાસ્ત્રો અનુસાર કળશ સ્થાપનમાં હંમેશા સોના, ચાંદી, તાંબા અથવા માટીના બનેલા કળશનો જ ઉપયોગ કરવો જોઈએ. પૂજામાં લોખંડ કે સ્ટીલના બનેલા કળશનો ઉપયોગ ન કરવો
- કળશ સ્થાપિત કરતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું એટલે કે કળશની સ્થાપના ઉત્તર અથવા પૂર્વ દિશામાં કરવી જોઈએ
- કળશ સ્થાપના પહેલા તેને સારી રીતે સાફ કરીને ગંગા જળ છાંટીને જ સ્થાપિત કરવું
- કળશ સ્થાપન કરતી વખતે સોપારી, સિક્કો, સપ્ત મિતિકા, મધ, ગંગાજળ, પંચ પલ્લવ, પીપળાના પાન, ગૂગળ વગેરે સામગ્રી ઉપલબ્ધ ન હોય તો કળશમાં આંબાના પાન પણ મૂકી શકાય છે
- તેમજ કળશ સ્થાપના માટે નારિયેળને લાલ કપડામાં લપેટીને કળશ પર સ્થાપિત કરવું
- કલશમાં સિંદૂર સાથે સ્વસ્તિક લગાવો. કલશની ઉપર માટીના વાસણમાં ડાંગર અથવા ચોખા મૂકો અને તેની ઉપર એક નારિયેળ મૂકો. પૂજા પછી વેદી પર જવ વાવો.