Navratri 2023: શા માટે નવરાત્રિમાં લગ્ન ના કરવા જોઇએ? જાણો કારણ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
Navratri 2023: શા માટે નવરાત્રિમાં લગ્ન ના કરવા જોઇએ? જાણો કારણ 1 - image


નવી દિલ્હી,તા. 18 ઓક્ટોબર 2023,બુધવાર  

નવરાત્રિનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને હવે 23 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થશે. એવુ માનવામાં આવે છે કે,નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને નવ દિવસ સુધી તેમનું સ્વાગત કરનારા ભક્તોની સાથે રહે છે. આ 9 દિવસોમાં એવી કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ જરુરી છે, નહીં તો તમારે દેવીના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

હા, માતાના આશીર્વાદથી તમે ગૃહ પ્રવેશ, મુંડન, વિશેષ પૂજા, કોઇ પણ નવા કામની શરૂઆત કરી શકો છો પરંતુ તમે લગ્નના બંધનમાં બંધાઈ શકતા નથી. 

નવરાત્રી દરમિયાન લગ્ન કેમ નથી થતા?

નવરાત્રિ દરમિયાન લગ્ન ન કરવા પાછળ ધાર્મિક કારણ છે. નવદુર્ગાની પૂજા કરવા માટે ભક્તે માનસિક અને શારીરિક શુદ્ધતા અપનાવવી પડે છે. લગ્નનો મુખ્ય હેતુ વંશને આગળ વધારવાનો હોય છે. જો કે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિ દરમિયાન સ્ત્રી સાથે શારીરિક સંબંધ પણ ન કરવો જોઈએ. આ કારણથી નવરાત્રીના પવિત્ર દિવસે લગ્ન પર પ્રતિબંધ છે.

નવરાત્રિના પવિત્ર દિવસ પર દારૂ, તમાકુ વગેરે નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.આ સિવાય તમારા ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો. નવરાત્રિમાં દેવીની પૂજા કરવામાં આવે છે તેથી સાત્વિક આહારનું સેવન કરવાનો પ્રયાસ કરો. નવરાત્રિ દરમિયાન માંસાહારી વસ્તુ પણ ના ખાવી જોઇએ. 

આ સિવાય વિષ્ણુ પુરાણ અનુસાર, એવું માનવામાં આવે છે કે, જો કોઈ ભક્તે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખ્યો હોય તો તેણે દિવસ દરમિયાન સૂવું જોઈએ નહીં.


Google NewsGoogle News