Get The App

હાથની આ આંગળી પર તલનું હોવું શુભ નિશાની, મળે છે ધન અને માન-સન્માન

Updated: Oct 25th, 2023

GS TEAM


Google News
Google News
હાથની આ આંગળી પર તલનું હોવું શુભ નિશાની, મળે છે ધન અને માન-સન્માન 1 - image


                                                        Image Source: Freepik

અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2023 બુધવાર

હસ્તરેખા શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રની જ એક શાખા છે, જે પ્રકારે જ્યોતિષ શાસ્ત્રની મદદથી કોઈ પણ વ્યક્તિના જીવન વિશે જાણી શકાય છે, તે જ પ્રકારે હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીઓમાં બનેલી રેખાઓ અને ચિન્હોનું આકલન કરીને વ્યક્તિના જીવનના વિષયમાં જાણકારી આપવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્રમાં રેખાઓ અને હાથોમાં બનેલા ચિન્હોને જોઈને વ્યક્તિના ભવિષ્ય કે જીવન વિશે મૂલ્યાંકન કરવામાં આવે છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં હાજર તલના નિશાન પણ ભવિષ્ય વિશે ઘણા બધા સંકેત આપે છે. હથેળીમાં અલગ-અલગ સ્થાને હાજર તલના શુભ અને અશુભ બંને પરિણામ મળે છે. આ તલથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો વિશે જાણકારી મેળવી શકાય છે.

અંગૂઠા પર તલ

અંગૂઠા પર તલનું હોવુ શુભ સંકેત આપે છે. જે લોકોના અંગૂઠા પર તલ હોય છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી વ્યક્તિ સાહિત્ય અને કળાના પ્રેમી હોય છે. સાથે જ આવા લોકોને વેપારમાં ખૂબ સફળતા મળે છે.

તર્જની આંગળી પર તલ

જે લોકોની તર્જની આંગળી પર તલ હોય છે, તે ખૂબ ભાગ્યશાળી હોય છે. આવા લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આવા લોકો ધનવાન હોવાની સાથે જ તમામ સુખ-સુવિધાઓથી પરિપૂર્ણ રહે છે. સાથે જ આવા લોકો ખૂબ મહેનતી પણ હોય છે.

મધ્યમ આંગળી પર તલ

જે જાતકોની મધ્યમ આંગળી પર તલ હોય છે તેઓ તેજ હોય છે. સાથે જ આવા લોકો મોંઘી વસ્તુઓ ખરીદવાનો શોખ રાખે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવા લોકો એશોઆરામનું જીવન વિતાવે છે.

કનિષ્ઠા આંગળી પર તલ

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે લોકોની સૌથી નાની એટલે કે કનિષ્ઠા આંગળી પર તલનું નિશાન હોય છે તે માન-સન્માનની સાથે-સાથે ખૂબ ધન-દોલત મેળવે છે. આવા લોકોનું વ્યક્તિત્વ ખૂબ શાનદાર હોય છે.

ગુરૂ પર્વત પર તલ

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં ગુરુ પર્વત પર તલ હોવુ જણાવે છે કે વ્યક્તિને જીવનમાં ભરપૂર ધન-દોલત મળશે. તેને પોતાના જીવનમાં તમામ સુખ મળશે.

શનિ પર્વત પર તલ

માન્યતા છે કે કોઈ જાતકની હથેળીમાં હાજર શનિ પર્વત સારી રીતે વિકસિત થાય અને તેની પર તલ હોય તો તે વ્યક્તિ પોતાની મહેનત અને બુદ્ધિથી ધન-સંપત્તિ મેળવે છે.

Tags :