બુધનું રાશિ પરિવર્તન થતા આ રાશિના જાતકોની કારકિર્દી અને સ્વાસ્થ્ય પર પડશે અસર

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
બુધનું રાશિ પરિવર્તન થતા આ રાશિના જાતકોની કારકિર્દી અને સ્વાસ્થ્ય પર પડશે અસર 1 - image


Image:Freepik

Mercury's gochar: કુંડળીમાં ગ્રહોનું ઘણુ મહત્વ છે. ગ્રહ જયારે પોતાની ચાલ બદલે છે તો વ્યક્તિના જીવનમાં ઉથલ-પાથલ થઇ જાય છે અને આ ઉથલ પાથલનો પ્રભાવ ઘણી વખત વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક રીતે થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ અને વાણીનો કારક માનવામાં આવે છે. મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ છે. બુદ્ધિના કારક ગ્રહ બુધની રાશિ 22મી ઓગસ્ટે બદલાવા જઈ રહી છે. ફરી એકવાર બુધ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે. 22 ઓગસ્ટે સવારે 06:22 વાગ્યે બુધ સિંહ રાશિમાંથી કર્ક રાશિમાં જશે. બુધનું ગોચર 3 રાશિના લોકો પર અસર કરશે.જાણીએ બુધનું કર્ક રાશિમાં ગોચર કઈ 3 રાશિઓ પર અશુભ અસર કરી શકે છે.

સિંહ 

આ ગોચર સિંહ રાશિના લોકો પર નકારાત્મક અસર કરી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવાની જરુર છે. તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારે કોર્ટ અથવા સરકારી નોટિસનો સામનો કરવો પડી શકે છે. તમારો ખર્ચ અચાનક વધી શકે છે. વ્યર્થ ખર્ચને કારણે પૈસાની અછત રહેશે અને તમારે મહત્વના કામો માટે પૈસા ઉછીના લેવા અથવા લોન લેવી પડી શકે છે. 22 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન તમારે કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે

ધન 

ધન રાશિના લોકોએ  આ દરમિયાન અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે. વ્યાપાર કરનારા લોકોએ ભાગીદારીના કામથી અંતર રાખવું જોઈએ કારણ કે તમને તેનાથી વધુ ફાયદો થતો જણાતો નથી. કોઈપણ મોટા સોદા કરવાનું પણ ટાળો. વૈવાહિક જીવનમાં તણાવની સ્થિતિ રહેશે. તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. નાની-નાની બાબતોને મહત્ત્વ આપવાથી સંબંધો પર અસર પડશે. આવી પરિસ્થિતિ ટાળવી જોઈએ. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો તમને અસ્વસ્થતા લાગે, તો ડૉક્ટરની સલાહ લઇને જ દવા લો.

કુંભ  

બુધનું રાશિ પરિવર્તન કુંભ રાશિના લોકો માટે અશુભ અસર કરી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે સ્વાસ્થ્યને લઇને પરેશાનિઓનો સામનો કરવો પડી શકે છે. બહારનું ખાવાનું બંધ કરવુ. ખાવાપીવામાં સંયમ રાખવો. આ દરમિયાન, તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા કામ અને યોજનાઓ વિશે ગુપ્તતા જાળવવી જોઈએ.


Google NewsGoogle News