Get The App

કર્ક (ડ.હ.): આ રાશિના લોકોનું વર્ષ રહેશે સારું! ખેડૂતોને વધુ ફળશે, નાણાકીય રીતે પણ રાહત રહેશે

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
કર્ક (ડ.હ.): આ રાશિના લોકોનું વર્ષ રહેશે સારું! ખેડૂતોને વધુ ફળશે, નાણાકીય રીતે પણ રાહત રહેશે 1 - image


- ધંધામાં આકસ્મિક લાભ-ફાયદો મળી જાય. પુખ્ત વયના સંતાન ધંધામાં આપની સાથે કામ શિખતા જાય અને આપને મદદરૂપ થવાની કોશિષ કરે.

વિક્રમ સંવત ૨૦૮૧ નો પ્રારંભ આપના માટે સારો રહે. ગુરૂ, રાહુની સાનુકૂળતા તેમજ શનિની અઢી વર્ષની નાની પનોતી ચાલે છે જે લાભદાયી છે. આમ વર્ષના પ્રારંભે મહત્વના ત્રણ ગ્રહોનું પરિભ્રમણ આપના માટે સારું છે. આપને કામમાં આકસ્મિક લાભ-ફાયદો થાય પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ અને રાહુનુ પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે સારો રહે. આપના શારીરિક-માનસિક સ્વાસ્થ્યમાં વધારો જણાય. વજન વધે. વારસાગત બીમારીમાં રાહત રહે. ૨૮ ડિસેમ્બરથી ૨૭ જાન્યુઆરી દરમ્યાન આપે બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડે. મોં ની, ગળાની તકલીફ અનુભવાય.

તા. ૧૪-૫-૨૦૨૫ થી ગુરૂ તેમજ તા. ૧૮-૫-૨૦૨૫ થી રાહુ નબળો થતા આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. એમાં પણ આપ આઠમા રાહુના બંધનમાં આવો છો તેથી આરોગ્યની બાબતમાં વિશેષ કાળજી રાખવી પડે. પડવા-વાગવાથી, મચકોડ-ફેકચરથી, અકસ્માતથી સંભાળવું પડે. આપની બેદરકારીના લીધે બીમારી વધુ વકરે નહીં તેની તકેદારી રાખવી પડે. શસ્ત્રક્રિયા કરાવવી પડે. પેટ-પેઢુની, ગુદાભાગની, ગુપ્ત ભાગની, પગની તકલીફ જણાય. આંખોમાં ઈન્ફેક્શનથી સંભાળવું પડે.

તા. ૨૧-૧-૨૦૨૫ થી ૨-૪-૨૦૨૫ દરમ્યાન આંખોની, લમણાની તકલીફ જણાય. તે સિવાય માનસિક પરિતાપ-વ્યગ્રતા અનુભવો. તા. ૧૩ સપ્ટેમ્બરથી વર્ષના અંત સુધી આપને છાતીમાં દર્દ-પીડા રહે. ગભરામણ, શ્વાસ લેવાની તકલીફ જણાય. રક્ત સંબંધીત રોગોની તકલીફ રહે.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે સારો રહે. આપને આકસ્મિક લાભ-ફાયદો મળી રહે. જુની ઉઘરાણીના નાણા છૂટા થવાથી આનંદ થાય. આવકમાં વધારો જણાય. બચત કરી શકો પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે. તા. ૧૪-૫-૨૦૨૫ થી આપ બારમા રાહુના પરિભ્રમણ હેઠળ આવશો. જે આપના ખર્ચમાં વધારો કરાવે. આકસ્મિક ખર્ચાઓ વધતા આપને તકલીફ પડે. વૈશાખ વદ ૬ તા. ૧૮-૫-૨૦૨૫ થી રાહુનું પરિભ્રમણ પણ નબળું રહે. બીમારી અકસ્માતના લીધે આપના આકસ્મિક ખર્ચમાં વધારો થવાથી આપનું નાણાકીય આયોજન ખોરવાતું જાય અને આપ આર્થિક ભીસમાં મુકાઈ જાવ.

તા. ૨૧ જાન્યુઆરીથી ૨ એપ્રિલના સમય દરમ્યાન આપે આર્થિક નુકસાનીથી સંભાળવું પડે. ધંધામાં ખોટનો સામનો કરવો પડે. જેઠ વદ ચોથથી અષાઢ વદ ૬ સુધીનો સમય આપના માટે ખુબ જ કપરો રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં દગા, વિશ્વાસઘાતથી સંભાળવું પડે. પૈસા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. નાણાકીય જવાબદારી સંભાળનારે ઘરના નાણા ઉમેરવાની પરિસ્થિતિ ન સર્જાય તેની તકેદારી રાખવી પડે. નાણાકીય લેવડ દેવડ, આપ લે માં સરકારી, કાયદાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે.

તા. ૧૩ સપ્ટેમ્બરથી વર્ષના અંત સુધામાં આપને બીમારી-અકસ્માતના લીધે, ઘર-પરિવાર, માતા-પિતાના પક્ષે ખર્ચ આવી જાય. જમીન-મકાન-વાહનમાં આકસ્મિક ખર્ચ ખરીદી કરવી પડે

નોકરીમાં વર્ષ કેવું રહે?

સંવત ૨૦૮૧ ના વર્ષનો પ્રારંભ આપના માટે એકદમ સરસ રહે. અગિયારમો ગુરૂ આપને લાભ-ફાયદો કરાવે. શનિની નાની પનોતી આપના માટે લાભદાયી રહે. રાહુનું પરિભ્રમણ પણ આપના માટે સારું રહે. આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા આવી જતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપને પ્રતિકૂળ સંજોગોનો અનુભવ થતો જાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવા આપના માટે હિતાવહ રહેશે. વર્ષારંભે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે કામમાં મન લાગે નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

પોષ વદ સાતમથી ચૈત્ર સુદ પંચમના સમયગાળા દરમ્યાન આપે નોકરીમાં વિશેષ કાળજી રાખવી. અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. કાયદાકીય કાનુની કાર્યવાહીમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. સરકારી નોકરીમાં જેઓ નિવૃત્તિના આરે હોય તેમણે લાંચ-રૂશ્વતમાં ફસાઈ ન જાવ તેની સાવચેતી રાખવી પડે. આપની લોભ-લાલચના લીધે છેલ્લે છેલ્લે ધોળામાં ધૂળ પડી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય.

વર્ષાન્તે નાણાકીય જવાબદારીવાળું કામ સંભાળનારને અન્ય કોઈના ભરોસે રહેવું નહી. કુટુંબ-પરિવાર, મિત્રવર્ગનું કામ કરવામાં આપ ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. વર્ષની મધ્યથી અંત સુધી સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે પણ નોકરીમાં મુશ્કેલી જણાય.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

સંવત ૨૦૮૧ ના વર્ષનો પ્રારંભ આપના માટે લાભદાયી રહે. ધંધામાં આકસ્મિક લાભ-ફાયદો મળી જાય. પુખ્ત વયના સંતાન ધંધામાં આપની સાથે કામ શિખતા જાય અને આપને મદદરૂપ થવાની કોશિષ કરે. પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. વાણીની મીઠાશથી આપને ધંધામાં નવી ઘરાકી ઉભી થાય.

પરંતુ વર્ષની મધ્યથી બારમા ગુરૂ તેમજ આઠમા રાહુના બંધનમાં આપ આવો અને ધીમે ધીમે આપની મુશ્કેલીઓની શરૂઆત થાય. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. 'શું કરવું ?' અને 'શું ન કરવું ?'ની કિંકર્તવ્યમૂઢ જેવી પરિસ્થિતિમાં મુકાઈ જાવ. અન્યના ભરોસે રહો તો આપની નૈયા ડૂબે.

સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વાદ વિવાદ-ગેરસમજ, મનદુઃખની પરિસ્થિતિ ઉભી થતાં છૂટા થવાનો સમય આવે. સંબંધોમાં તણાઈને કે ભાગીદારની જોર જબરજસ્તી કે દગા વિશ્વાસઘાતના લીધે આપે નુકસાની સહન કરવાનો સમય આવે. આપે પણ વાણીની સંયમતા રાખવી પડે.

પોષ માસથી ચૈત્ર માસ સુધીનો સમય આપના માટે કઠીન રહે. ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે તેવો અનુભવ થાય. ઘરાકી અટકી પડે. ધંધા થાય નહીં. આવક આવે નહીં અને ખર્ચાઓ વધતા જતા નાણાકીય ભીંસમાં મુકાઈ જાવ. નાણાકીય વ્યવહારો સાચવવા. આબરૂ સાચવવા માટે ફાંફા મારવા પડે. નાણાકીય જોખમો વધારવા નહીં.

સ્ત્રી વર્ગ

સ્ત્રી વર્ગને વર્ષારંભે પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. તેમના અંગેના ચિંતા-ઉચાટમાં ઘટાડો થાય. જેમને સંતાન ન હોય તેમને, નવદંપતીને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થતા આનંદ અનુભવાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નોકરીયાત-વ્યવસાયી મહિલાઓને લાભ-ફાયદો મળી રહે. પરંતુ વર્ષની મધ્યથી આપે ખુબ જ ધીરજ અને શાંતિથી એક-એક દિવસ પસાર કરવો. સૌભાગ્યની ચિંતા જણાય. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને વિવાહ-ગેરસમજ-ખર્ચ જણાય. સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. આકસ્મિક ખર્ચ અને ખોટા ખર્ચને લીધે નાણાકીય આયોજન ખોરવાઈ જાય. વર્ષ પસાર થતું જાય તેમ સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. પેટ, પેઢુનો, ગર્ભાશયનો દુઃખાવો રહે. મેનોપોઝની તકલીફમાં વધારો જણાય. શસ્ત્રક્રિયાથી સંભાળવું પડે.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે વર્ષની મધ્ય સુધીનો સમય સાનુકૂળ રહે. મહેનતના પ્રમાણમાં સફળતા પ્રાપ્ત કરી શકો. કારકીર્દીનું વર્ષ હોય તેમને મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થતા મનપસંદ લાઈનમાં, વિષય પસંદગીમાં સરળતા રહે. પરદેશની કાર્યવાહીમાં પ્રગતિ જણાય. પરંતુ વર્ષના મધ્યથી આપે અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું. મિત્ર વર્ગ સાથે હરવા ફરવામાં, મોજમજામાં અભ્યાસ બગડે નહીં તેની કાળજી રાખવી પડે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. પરીક્ષા સમયે બીમારી-અકસ્માત, હતાશા, નિરાશાથી સંભાળવું પડે. મહેનતના પ્રમાણમાં પરિણામ મેળવવામાં મુશ્કેલી પડે. ધાર્યું પરિણામ મળે નહીં. અન્યની ભુલના લીધે આપ ફસાઈ ન જાવ તેની તકેદારી આપે રાખવી પડે. કૌટુબિક-પારિવારીક પ્રસંગ-ઘરના આપને વિચલીત કરે.

ખેડુત વર્ગ

સંવત ૨૦૮૧ નો પ્રારંભ ખેડુત વર્ગ માટે સારો રહે. સારા બીજ અને ખાતરથી તેમજ યોગ્ય વરસાદ અને પાણીની સગવડથી સારો પાક થાય. આવક થાય. સંતાનોની મદદથી આપને રાહત રહે. સંતાનના વિવાહ-લગ્નનું આયોજન ગોઠવાય. સારો પાક ઉતરતા તેનું સારું મુલ્ય મળી રહે. રાજકીય-સરકારી યોજનાઓનો લાભ મળી રહે. પરંતુ વર્ષની મધ્યથી ગુરૂની તેમજ રાહુની પ્રતિકૂળતાથી આપની મુશ્કેલીમાં ધીરે ધીરે વધારો થતો જાય. ખેતરમાં કામ કરતા જીવાત કે જીવજંતુ કરડી ના જાય તેની કાળજી રાખવી પડે. આરોગ્યની કાળજી રાખીને કામ કરવું. તે સિવાય ઉભા પાકમાં જીવાત પડી જવાથી કે બળી કે સડી જવાથી આપે નુકસાનીનો સામનો કરવો પડે. ભાગમાં કે માણસ રાખીને ખેતી કરનારની મુશ્કેલીમાં વધારો થાય. સમય નાણાનો વ્યય છતા કામ થાય નહીં.

ઉપસંહાર

સંવત ૨૦૮૧ નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહે. વર્ષના પ્રારંભથી જ આપને કામમાં સરળતા-સાનુકૂળતાનો અનુભવ થતો જાય. કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય. કૌટુંબિક-પારિવારીક સુખ-સંપત્તિમાં વધારો જણાય. પરંતુ જેમ વર્ષ પસાર થતું જાય તેમ આપના કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થતો જાય. આપની ગણત્રી-ધારણાઓ અવળી પડતા મુશ્કેલીમાં વધારો થાય. ઉચાટ-ઉદ્વેગ રહે. શારીરિક-માનસિક સ્વાસ્થ્ય કથળતું જાય. નાણાભીડનો સામનો કરવાનો સમય આવે. સંબંધો કસોટી પર લાગી ગયા છે તેવો અનુભવ થાય. ટુંકમાં ઉત્તરાર્ધમાં શારીરિક-માનસિક-આર્થિક- સામાજિક- વ્યવહારિક- વ્યવસાયિક- કૌટુંબિક- પારિવારીક બધા જ પ્રકારની તકલીફોથી ઘેરાતા જાય.

પત્ની-સંતાન-પરિવાર

વર્ષના પ્રારંભે ગ્રહોનું પરિભ્રમણ સાનુકૂળ છે. ગુરૂ ગ્રહની પ્રબળતા કૌટુંબિક-પારિવારીક સુખ-સંપત્તિ અપાવે. અવિવાહીત વર્ગના વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. ઉંમરલાયક સંતાનોના વિવાહ-લગ્નનું આયોજન ગોઠવાતા આનંદ રહે. નવદંપતીને જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય.

પરંતુ વર્ષની મધ્યથી આપને કૌટુંબિક પારિવારીક પ્રશ્ને કોઈને કોઈ ચિંતા રહ્યા કરે. મોસાળ પક્ષે- સાસરી પક્ષે બીમારી-ખર્ચ- ચિંતા- દોડધામનું આવરણ આવી જાય. સંયુક્ત માલ-મિલ્કત, ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ-ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. મૌન રહીને શાંતિથી સમય પસાર કરી લેવો. કુટુંબ-પરિવારની આર્થિક પરિસ્થિતિની ચિંતા આપને સતાવ્યા કરે.

kark-rashi

Google NewsGoogle News