Mauni Amavasya 2024: મૌની અમાસ ક્યારે, જાણો તારીખ, દાન-પુણ્યનો સમય અને તેનું મહત્વ
Image Source: Twitter
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી 2024 મંગળવાર
તમામ અમાસની તિથિ ખાસ હોય છે. અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ, દાન-પુણ્ય કરવુ પાપો, કુંડલીના ગ્રહ દોષોથી મુક્તિ અપાવે છે. પોષ મહિનાની અમાસને તમામ અમાસમાં વિશેષ માનવામાં આવી છે. આને મૌની અમાસ કહેવાય છે. મૌની અમાસના દિવસે મૌન વ્રત રાખવામાં આવે છે તેથી તેને મૌની અમાસ કહેવાય છે. આ વર્ષે મૌની અમાસ 9 ફેબ્રુઆરી 2024 શુક્રવારે છે.
મૌની અમાસ સ્નાન દાન સમય
પંચાંગ અનુસાર પોષ મહિનાની અમાસ તિથિની શરૂઆત 9 ફેબ્રુઆરી સવારે 08.02 મિનિટે થશે. જે આગલા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીની સવારે 04.28 મિનિટ પર સમાપ્ત થશે. તેથી 9 ફેબ્રુઆરીએ મૌની અમાસ માનવામાં આવશે.
મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે શુભ સમય બ્રહ્મ મુહૂર્તથી જ શરૂ થઈ જશે. મૌની અમાસના દિવસે સ્નાન દાનનો સમય સવારે 05:21 થી સવારે 06:13 સુધી છે. આ સિવાય સવારે 07:05 વાગ્યાથી આખો દિવસ સ્નાન, દાન અને પૂજા કરવામાં આવી શકશે. મૌની અમાસ પર પૂજા અને દાન માટે અભિજિત મુહૂર્ત બપોરે 12.13 મિનિટથી બપોરે 12.58 મિનિટ સુધી છે.
મૌની અમાસના ઉપાય
- મૌની અમાસના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય ખૂબ લાભ આપી શકે છે. આ નોકરી-વેપારની પ્રગતિમાં આવી રહેલા અવરોધો દૂર કરશે. વિવાહમાં આવી રહેલા અવરોધો દૂર કરશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવશે. સાથે જ મૌની અમાસનો દિવસ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ ખાસ છે.
- મૌની અમાસના દિવસે દાન પુણ્ય જરૂર કરો. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૌની અમાસના દિવસે તેલ, ધાબળા, દૂધ, ખાંડ, અનાજ અને પોતાની શક્તિ અનુસાર ધનનું દાન કરો.
- મૌની અમાસના દિવસે પશુ-પક્ષીઓ માટે પણ ભોજન-પાણીની વ્યવસ્થા કરો. ગાય, કૂતરા, પક્ષીઓ અને કીડીઓ માટે ભોજન આપો.
- મૌની અમાસના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો અને આ દરમિયાન બીજ મંત્રનો જાપ કરો.