Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે માતા લક્ષ્મીનો વાસ, જાણો ત્યાં કઈ વસ્તુઓ રાખવી જરૂરી

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે માતા લક્ષ્મીનો વાસ, જાણો ત્યાં કઈ વસ્તુઓ રાખવી જરૂરી 1 - image


                                                              Image: Wikipedia 

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘર સાથે જોડાયેલી દરેક નાનીથી લઈને મોટી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યુ છે. એવી માન્યતા છે કે જે ઘર અને તેની અંદર બનેલા મંદિરનું નિર્માણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર થાય છે. ત્યાં ક્યારેય કોઈ વસ્તુની અછત રહેતી નથી. આ સાથે જ તે ઘરમાં સમૃદ્ધિ, ધન, વૈભવનો વાસ રહે છે.

જીવનમાં જો તમે પ્રગતિની કામના કરો છો, તો તમારે એ જરૂર જાણી લેવુ જોઈએ કે માતા લક્ષ્મી કઈ દિશામાં નિવાસ કરે છે અને તે દિશાને કેવી રીતે રાખવી જોઈએ. જેનાથી તમારા ઘરમાં ક્યારેય સૌભાગ્યની અછત ન રહે. 

માતા લક્ષ્મી કઈ દિશામાં નિવાસ કરે છે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં ધનની દેવી નિવાસ કરે છે. એવું કહેવામાં આવે છે કે તેમની કૃપા મેળવવા માટે આ દિશાઓમાં દેવી લક્ષ્મીની તસવીરને લગાવવી જોઈએ. આ સાથે જ ત્યાં લાલ કપડામાં ચાંદીનો એક સિક્કો બાંધીને રાખવો જોઈએ. આ સિવાય આ દિશાને ખૂબ સ્વચ્છ રાખવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

સુખ-શાંતિના ઉપાય

ઘરમાં સકારાત્મકતા રહે તે માટે ઉત્તર પૂર્વ દિશામાં ચંદન જરૂર રાખો કેમ કે આ ભગવાન શિવને અતિ પ્રિય છે. સાથે જ આ ભોલેનાથની દિશા પણ માનવામાં આવે છે. આ સિવાય આ દિશામાં ગંગાજળ રાખવુ અને તેનો છંટકાવ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રગતિ રહે છે.


Google NewsGoogle News