ખર્ચ, ઝઘડા અને પરેશાનીઓ...: દિવાળી પહેલા આ ચાર રાશિના જાતકોના જીવનમાં મચશે ઉથલપાથલ
Mangal Gochar : જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું નીચ રાશિ કર્ક રાશિમાં ગોચર સારુ નથી કહેવાતું. આ દેશ અને દુનિયામાં રાજકીય અશાંતિ અને હિંસાનું કારણ બનશે. ઉપરાંત, તે 4 રાશિના લોકોને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. એટલે કે દિવાળી પહેલા આ ચાર રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે. જાણો કોના માટે મંગળ ગોચર અશુભ છે
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે મંગળનું ગોચર અશુભ કહેવામાં આવે છે. આ રાશિવાળા લોકોએ જીવનના ઘણા ક્ષેત્રોમાં નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે. એક બાજુ કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે, તો બીજી તરફ ઘરમાં ઝઘડા અને ખર્ચ પણ વધશે.
આ પણ વાંચો: ડાયાબિટીસ કન્ટ્રોલ કરવો હોય તો સવારે ખાલી પેટ આરોગો રસોડાની આ વસ્તુ, થશે જોરદાર ફાયદો
કર્ક રાશિ
કર્ક રાશિમાં મંગળનું ગોચર થવાથી આ રાશિના લોકો પર તેની વિપરીત અસર પડશે. તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે. ઘણી બિનજરૂરી સમસ્યાઓ તમને પરેશાન કરી મુકશે. ઘરમાં ઝઘડા થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને મંગળનું ગોચર ઘણી સમસ્યાઓ આપશે. નોકરી કરતા લોકો તણાવનો ભોગ બની શકે છે. કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે, જ્યારે ઘરમાં જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. ધંધામાં નુકસાન અને ખર્ચના કારણે પરેશાની થઈ શકે છે.
આ પણ વાંચો: શરમજનક તસવીર! પીરિયડ્સને કારણે મહિલા 5 દિવસ ઘરની બહાર રહેવા થઇ મજબૂર
ધનુ રાશિ
મંગળના ગોચરથી ધનુ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત, કોઈ તક ગુમાવવાનો અફસોસ રહેશે. તમારે વધુ મહેનત કરવી પડશે, તો જ તમને કેટલાક પરિણામો મળશે.