કન્યા, મિથુન અને મીન...: એક મહિના સુધી આ રાશિના જાતકોનું ભાગ્ય આપશે સાથ, કુંભ રાશિમાં થયો મંગળનો પ્રવેશ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
કન્યા, મિથુન અને મીન...: એક મહિના સુધી આ રાશિના જાતકોનું ભાગ્ય આપશે સાથ, કુંભ રાશિમાં થયો મંગળનો પ્રવેશ 1 - image



નવી મુંબઇ,તા. 15 માર્ચ 2024, શુક્રવાર

કહેવાય છે કે બ્રહ્માંડમાં રહેલા ગ્રહોની દિશા અને દશા પૃથ્વી પર માનવજાતને અસર કરે છે. સૌથી વધુ અસરકારક ગ્રહ મનાતા મંગળ મહારાજે રાશિ પરિવર્તન કર્યું છે અને તાજેતરમાં તેની અસર રાજકીય, આર્થિક શેરબજારથી લઈને વૈશ્વિક સંબંધોમાં પણ પડતી જોવા મળી રહી છે. આજે મંગળ મહારાજે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. 

મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને ઊર્જા, જમીન, શક્તિ, સાહસ-હિંમત, શક્તિ, પરાક્રમ અને બહાદુરી માટેનો કારક ગ્રહ માનવામાં આવે છે. મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી પણ છે. તે મકર રાશિમાં ઉચ્ચ છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. મંગળ ગ્રહની આ બદલાયેલી ચાલની અસર તમામ 12 રાશિ પર પડશે પરંતુ 3 ખાસ રાશિ પર તેની અસર પડવા જઈ રહી છે. તો આવો જાણીએ કુંભ રાશિમાં મંગળના પ્રવેશથી કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે -

મેષ : તમને તમારા કામકાજમાં સફળતા મળશે. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. કરિયરમાં તમને સફળતા મળશે. નાણાકીય લાભ પણ સંભવ છે.

મિથુન : તમને કરિયરમાં અપાર સફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન ધંધાદારી-વેપારીઓ ઇચ્છિત નફો રેળી શકશે. તમારા અટવાયેલા કાર્યો પૂરા થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે. કાર્યશૈલીમાં સુધારો શક્ય છે. તમારું નાણાકીય પાસું મજબૂત બનશે. ધનવર્ષા અને સમૃદ્ધિનો આ શ્રેષ્ઠ સમય રહેશે. 

સિંહ : મંગળનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે પણ લાભદાયી સાબિત થઈ શકે છે. એક મહિના દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. પૈસા આવશે-વુદ્ધિ થશે. હાથમાં ધરશો તે દરેક કાર્યમાં તમને સફળતા મળશે.

કન્યા : કન્યા રાશિ માટે તો ઘી-ગોળનો સમય છે. કન્યા રાશિના અવિવાહિતો જાતકોને આ સમયગાળા દરમિયાન લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. વિવાહિત લોકોનું વૈવાહિક જીવન વધુ સારું રહેશે. તમારી ખુશીમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે. આર્થિક પાસું આ મહિનામાં મજબૂત બનશે.

ધનુ : મંગળનું આ ગોચર ધનુ રાશિના લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમને કારકિર્દી સંબંધિત નવી તકો મળતી જણાશે. અટવાયેલા અને બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશનના પણ સંકેત છે. ધંધા-વેપાર કરનારા વર્ગ માટે પણ આ સમય શુભ રહેવાનો છે.


Google NewsGoogle News