Get The App

ટૂંક સમયમાં મંગળ અને ચંદ્ર બનાવશે 'મહાભાગ્ય યોગ', આ રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીઓ

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
ટૂંક સમયમાં મંગળ અને ચંદ્ર બનાવશે 'મહાભાગ્ય યોગ', આ રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીઓ 1 - image


Image Source: Freepik

Maha Bhagya Yog:  વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચંદ્ર એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી વધુ ઝડપી ગતિથી ચાલે છે. તે એક રાશિમાં લગભગ અઢી દિવસ જ રહે છે. આવી સ્થિતિમાં તે દર 15 દિવસમાં બીજી વખત એ જ રાશિમાં પાછો આવી જાય છે. આ જ કારણોસર ચંદ્રની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહે છે. જેના કારણે કેટલાક શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. આવી જ રીતે ડિસેમ્બર મહિનામાં મંગળ અને ચંદ્રની યુતિ થવા જઈ રહી છે જેનાથી મહાભાગ્ય નામના રાજયોગનું નિર્માણ થશે. તેને મંગળ-ચંદ્ર યુતિ પણ કહી શકાશે. આ યોગ બનવાથી જાતકોને આર્થિક લાભની સાથે-સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ બને છે. આવો જાણીએ મહાભાગ્ય યોગ બનવાથી કઈ રાશિઓને મળી શકે છે લાભ.

વૈદિક પંચાગ પ્રમાણે ચંદ્ર 17 ડિસેમ્બરના રોજ સાંજે 6:47 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તે 20 ડિસેમ્બર સુધી રહેશે. તમને જણાવી દઈએ કે, મંગળ વક્રી અવસ્થામાં કર્ક રાશિમાં જ બિરાજમાન છે. આવી સ્થિતિમાં મંગળ અને ચંદ્રની યુતિ કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી બની શકે છે. 

મેષ રાશિ

આ રાશિના ચતુર્થ ભાવમાં મહાભાગ્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોનો પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે અને તેમની સુરક્ષાને લઈને ખૂબ જ સભાન રહેશે. તમારી માતા સાથે સારા સંબંધ સ્થાપિત થશે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. સુખ-સુવિધાઓમાં વધારો જોવા મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે જ તમે તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરી શકો છો. પ્રોપર્ટી, ટૅક્નોલૉજી અને દવા સાથે જોડાયેલા જાતકોને ઘણો ફાયદો મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે.

સિંહ રાશિ

આ રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિ નવમા ભાવમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ખૂબ લાભ મળશે. તમને નવી નોકરીની ઘણી તકો મળી શકે છે. આ સાથે જ વ્યાપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ દ્વારા ઘણો નફો કમાઈ શકો છો. તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. આવી સ્થિતિમાં તમે ઘણા પૈસા કમાવવામાં સફળ થઈ શકો છો. શિક્ષણ ક્ષેત્રે તમને ઘણો લાભ મળી શકે છે. તમને ગુરુનો સંપૂર્ણ સાથ મળી શકે છે, જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો.

આ પણ વાંચો: સંભલમાં 46 વર્ષે ખૂલ્યા મંદિરના દ્વાર: હનુમાનજીની મૂર્તિ-શિવલિંગની કરાઇ સાફ-સફાઇ, જુઓ વીડિયો

કન્યા રાશિ

આ રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિ અગિયારમા ભાવમાં થવાની છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકો માટે મહાભાગ્ય યોગ ઘણો સારો બની શકે છે. લાંબા સમયથી અટકેલી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમને તમારી મહેનતનું ફળ હવે મળી શકે છે. પૂરતા પ્રમાણમાં પૈસા કમાવવામાં તમે સફળ થઈ શકો છો. આ સાથે જ તમે તમારા સાથી સાથે દિલ ખોલીને વાત શેર કરી શકો છો. તેનાથી તમારા બંનેના સંબંધમાં મધુરતા જળવાઈ રહેશે.


Google NewsGoogle News