જુલાઈમાં આ તિથિ પછી ચાર મહિના સુધી નહીં થઈ શકે લગ્ન, શુભ કાર્યો પર રહે છે ગ્રહણની અસર
Image: Freepik
Devshayani Ekadashi 2024: વૈદિક પંચાંગ અનુસાર અષાઢ મહિનાની શરૂઆત 23 જૂન રવિવારે થશે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એ દેવશયની એકાદશી કે વિષ્ણુશયની એકાદશીના નામથી જાણીતી છે. આમ તો વર્ષમાં જો અધિકમાસ જોડી દેવામાં આવે તો કુલ 26 એકાદશી વ્રત હોય છે પરંતુ આમાં દેવશયની એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે જગતના પાલનહાર શ્રીહરિ વિષ્ણુ શયન નિદ્રામાં ચાલી જાય છે.
દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ શયન મુદ્રામાં જતા રહે છે તે બાદ તેઓ 4 મહિના સુધી ક્ષીરસાગરમાં આ અવસ્થામાં રહે છે. આ 4 મહિના બાદ પ્રબોધની એકાદશીના દિવસે શ્રીહરિ વિષ્ણુ જાગે છે. આ રીતે આ 4 મહિના દરમિયાન તમામ પ્રકારના માંગલિક કાર્ય સંપૂર્ણરીતે બંધ રહે છે.
ક્યારે છે દેવશયની એકાદશી
વૈદિક પંચાંગ અનુસાર અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 16 જુલાઈ સાંજે 05.08 મિનિટ પર થઈ રહી છે જે આગામી દિવસે એટલે કે 17 જુલાઈએ સાંજે 05.56 મિનિટ સુધી રહેશે. ઉદયાતિથિ અનુસાર દેવશયની એકાદશી 17 જુલાઈએ મનાવવામાં આવશે.
ભગવાન વિષ્ણુની પૂજાથી દૂર થશે તમામ કષ્ટ
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિધાન છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુના પૂજનથી તમામ પ્રકારના કષ્ટ ક્લેશ દૂર થઈ જાય છે. આ સિવાય પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. લગ્ન જીવન સુખમય થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
આ રીતે વ્રતનો સંકલ્પ લો
દેવશયની એકાદશીના દિવસે સવારે સ્નાન બાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. તે બાદ આખો દિવસ અન્નનો ત્યાગ કરીને વ્રત કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેનાથી મનોકામના પૂરી થાય છે.