જુલાઈમાં લગ્નના સાત મુહુર્ત, શુક્રનો ઉદય થતાં જ શરૂ થશે માંગલિક કાર્યો, તારીખો નોંધી લો
Manglik begins when Venus rises : ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થવાની છે. સુખ સમૃદ્ધિ અને લગ્નજીવન માટે શુક્ર ગ્રહ જવાબદાર માનવામાં આવે છે, હાલમાં તેનો ઉદય થયો છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં નક્ષત્રો અસ્ત થતાં લગ્નની શરણાઈઓ પર બ્રેક લાગી હતી, પરંતુ ફરી એકવાર શુક્રનો ઉદય થયો છે. તેથી આ મહિનાની 9મી થી 17મી જુલાઈ લગ્ન માટે શુભ સમય છે. 17 જુલાઇથી દેવશયની એકાદશીથી હોવાથી તે પછી લગ્ન તેમજ માંગલિક કાર્યો પર વિરામ રહેશે.
શુક્ર ઉદય થતાંની સાથે માંગલિક કાર્યો જેવા લગ્ન જેવા શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ અંગે જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે શુક્રને ભૌતિક સુખ, સમૃદ્ધિ અને ભવ્યતા માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. જ્યારે શુક્ર અસ્ત થાય છે, ત્યારે અનેક શુભ કાર્યો પર બ્રેક લાગી જાય છે. ખાસ કરીને આ સમય દરમિયાન લગ્ન જેવા શુભ કાર્યો કરવામાં નથી આવતાં. આ વર્ષે જુલાઈ, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અનેક શુભ મુહૂર્ત આવી રહ્યા છે.
શરુ થશે માંગલિક કાર્યો
લગભગ સવા બે મહિના પછી શુક્ર મિથુન રાશિમાં ઉદય થયો છે. આજથી અષાઢ મહિનાના શુક્લ પક્ષનો પ્રારંભ થયો છે. શુક્રના ઉદય પછી જ લગ્ન ઉત્સવો મનાવવામાં આવે છે. હિંદુ ધર્મના તમામ શુભ કાર્યો જેમ કે લગ્ન, જનોઈ (યજ્ઞોપવિત) સંસ્કાર, મુંડન સંસ્કાર, ગૃહ પ્રવેશ, ભૂમિપૂજન, મકાન નિર્માણ, વાહનની ખરીદી, આભૂષણ સંગ્રહ વગેરે શુક્ર ગ્રહના ઉદય સાથે શરૂ થાય છે.
લગ્ન માટે માત્ર 7 દિવસ માટે શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર 9મી જુલાઈથી 17મી જુલાઈ સુધી શુભ લગ્ન મુહૂર્તનો સારો સમય માનવામાં આવે છે. આ પછી ચાતુર્માસ શરૂ થશે. અને 17 જુલાઇએ દેવપોઢી અગિયારસ છે. એટલે એ પછી લગ્ન જેવા કાર્યો પર વિરામ આવી જશે. આ મહિનામાં લગ્ન માટે શુભ મુહૂર્ત 9, 11, 12, 14, 15, 16 અને 17 જુલાઈ છે.