મંગળ-શુક્રની યુતિ આ 4 રાશિના જાતકોને કરાવશે ધનલાભ, 7 માર્ચ સુધી રહેશે લાભ જ લાભ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
મંગળ-શુક્રની યુતિ આ 4 રાશિના જાતકોને કરાવશે ધનલાભ, 7 માર્ચ સુધી રહેશે લાભ જ લાભ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

મંગળ અને શુક્ર બંને ગ્રહોની 7 માર્ચ સુધી યુતિ બની ચૂકી છે અને આ યુતિનો લાભ ચાર રાશિઓને વિશેષ રીતે પ્રાપ્ત થશે. આ ચાર રાશિઓ ખૂબ ભાગ્યશાળી રહેશે. આ ચાર રાશિઓને ધન, સુખ સાધન, ભાગ્ય, કર્મ, તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થશે. અત્યારે વર્તમાન ગ્રહ ગોચર સ્થિતિ અનુસાર મંગળ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં રાજયોગ બનાવીને ચાલી રહ્યા છે અને શુક્રએ પણ પોતાના પરમ મિત્ર મંગળની સાથે મકર રાશિમાં યુતિ બનાવી છે. 

1. મેષ રાશિ

મેષ રાશિ તમારા કરિયરના ઘરમાં મંગળ અને શુક્રની યુતિ બની છે તો ખૂબ જ સારી હોય છે મંગળ ગ્રહ ઉચ્ચ થઈને રુચક મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે અને શુક્ર ધન અને દાંપત્ય જીવનના સ્વામી થઈને તમારા કરિયરના ઘરમાં બેઠા છે. 7 માર્ચ 2024 સુધી તમારા માટે સમય ખાસ કરીને સારો છે. આર્થિક, સામાજિક, વ્યાપારી અને પ્રમોશન ટ્રાન્સફર માટે ખૂબ સુંદર સમય છે મંગળની સપ્તમ દ્રષ્ટિ નીચ રાશિ કર્ક પર થવાની મનમાં ક્રોધની પ્રવૃતિ વધશે અને માતાની સાથે મતભેદ વધશે અને પ્રોપર્ટી સંબંધિત કાર્ય 10 માર્ચ સુધી કરવાથી બચવુ જોઈએ. મંગળ ગ્રહની ચોથી દ્રષ્ટિ તમારી સ્વયં મેષ રાશિ પર છે એટલે કે તમારા વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગશે. કેટલાક નવા અવસર તમને પ્રાપ્ત થશે અને યોજનાઓનો લાભ જોવા મળશે. મંગળની અષ્ટમ દ્રષ્ટિથી તમને શિક્ષણ ક્ષેત્રે ખાસ લાભ પ્રાપ્ત થશે.

2. કર્ક રાશિ

તમારા માટે મંગળ અને શુક્ર સપ્તમ ભાવ અર્થાત દાંપત્ય જીવનના ઘરમાં યુતિ બનાવીને રહેશે અને મંગળે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને રૂચમ નામનો મહાપુરુષ આયોગ બનાવ્યો છે આ બંને રાજયોગ ખૂબ બળશાળી રાજયોગ હોય છે. પ્રેમ સંબંધ માટે વ્યાપારી લાભ માટે, વિદેશથી સંબંધિત કાર્ય માટે, મોટા ભાઈ બહેનોથી મદદ માટે સુખ સાધન, પ્રોપર્ટી વાહન, જમીન માટે ખાસ કરીને સારો સમય જોવા મળે છે. 7 માર્ચ પહેલા તમે આ પ્રકારના કાર્ય કરી શકો છો બસ થોડો ગુસ્સો ઓછો કરવો, કેમ કે માંગલિક દોષના કારણે ક્રોધની પ્રવૃતિ મોટી થઈ છે. મંગળ ગ્રહની અષ્ટમ દ્રષ્ટિ તમારા ધનના ઘર પર આવી રહી છે જેના ફળ સ્વરૂપ આર્થિક રીતે પણ તમને મદદ મળશે. 

3. તુલા રાશિ

તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ ઉચ્ચના મંગળની સાથે ચતુર્થ ભાવમાં શનિની રાશિ મકરમાં ગોચર કરી ચૂક્યા છે. મંગળ અને શુક્રની યુતિ ખૂબ સારી યુતિ હોય છે પરંતુ આ યુતિમાં મન પણ ભટકી જાય છે તેથી પર સ્ત્રી અને પર પુરુષથી સાવધાન રહો. આ સિવાય ઉચ્ચ મંગળના દ્વારા તમને સુખ સાધન, પ્રોપર્ટી, વાહન, જમીન, રાજકારણ, માતાનું સુખ તેમજ તમામ પ્રકારના ગૃહસ્થ સુખ પ્રાપ્ત થશે. તમારામાં એક સકારાત્મક ઉર્જાનો વાસ જોવા મળશે કેમ કે મંગળ તમારુ દાંપત્ય જીવનના ઘરને ચતુર્થ શુભ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે અને અષ્ટમ દ્રષ્ટિથી તમારા લાભ સ્થાનને જોઈ રહ્યા છે અર્થાત લાભકારી પરિસ્થિતિઓ નિર્મિત થશે અને ખાસ કરીને જે લોકો સેના પોલીસમાં કે ખૂબ મોટા વહીવટી અધિકારી છે તેમના માટે સમય ખૂબ સારો રહેશે. આ યોગ 7 માર્ચ સુધી છે તેથી આ સમયગાળા પહેલા કોઈ પણ વિશેષ કાર્ય કરી શકાય છે.

4. મકર રાશિ

મકર રાશિના તમામ દર્શકો માટે મંગળ શુક્રની સુંદર યુતિ તમારી સ્વયં રાશિની અંદર જ બનશે અને ઉચ્ચ મંગળના દ્વારા રૂચક નામનો મહાપુરુષ રાજયોગ બનેલો છે અને શુક્ર મંગળનું 7 માર્ચ સુધી યુતિમાં રહેવુ તમારા માટે ખૂબ લાભકારી સાબિત થશે. કેમ કે શુક્ર કેન્દ્ર ત્રિકોણ અર્થાત બુદ્ધિ, પ્રગતિ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, નીતિ, શાસ્ત્ર, શિષ્યવૃત્તિ, મનોરંજન, કરિયર, ટ્રાન્સફર, પ્રમોશન, કાર્ય સિદ્ધિ, આજીવિકાના સંસાધન આ તમામ વાતોના સ્વામી થઈને કેન્દ્ર ત્રિકોણ રાજયોગમાં ઉચ્ચ મંગળની સાથે રહેશે. આ યોગ તમારા માટે ખૂબ વધુ લાભદાયક રહેશે. જેટલા પણ જાતક ટેકનોલોજીથી કે પછી આઈટી ક્ષેત્રે કે અગ્નિ સંબંધિત કાર્ય કરે છે તેમને પણ ખાસ લાભ પ્રાપ્ત થશે. બસ દાંપત્ય જીવન પર થોડો ખરાબ પ્રભાવ જોવા મળે છે.


Google NewsGoogle News