Makar Sankranti 2024: 77 વર્ષ પછી ખાસ દિવસે આવી રહ્યો છે વરિયાણ યોગ, જાણો શું કરવુ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
Makar Sankranti 2024: 77 વર્ષ પછી ખાસ દિવસે આવી રહ્યો છે વરિયાણ યોગ, જાણો શું કરવુ 1 - image


નવી દિલ્હી,તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર 

આ વખતની ઉત્તરાયણ કંઇક અલગ હશે, 2024 માં ઉત્તરાયણમાં 77 વર્ષ પછી વરિયાણ યોગ બનશે. જ્યોતિષની દૃષ્ટિએ પણ મકરસંક્રાંતિનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સૂર્ય ભગવાનની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. આ વખતે 2024નો મકરસંક્રાંતિનો તહેવાર બે ખાસ સમયમાં ઉજવવામાં આવશે. 15 જાન્યુઆરીએ રવિ અને વરિયાણ યોગ બની રહ્યો છે. રવિ અને વરિયાણ યોગ માત્ર સમૃદ્ધિ જ નહીં પરંતુ ખ્યાતિ પણ આપે છે. આ ઉપરાંત બવ અને બાલવ કરણ પણ બનાવવામાં આવી રહ્યા છે. આ દુર્લભ યોગ સાથે મકરસંક્રાંતિનું મહત્વ વધુ વધી જવાનું છે. આ સિવાય વધુ એક ખાસ વાત છે કે મકરસંક્રાંતિનો તહેવાર પાંચ વર્ષના અંતરાલ પછી સોમવારે આવશે. 14 જાન્યુઆરીએ સૂર્ય 2.44 કલાકે ધનુરાશિથી મકર રાશિમાં ગોચર કરશે. 

  • 15 જાન્યુઆરીએ વરિયાણ યોગ સૂર્યોદયથી રાત્રે 11.11 મિનિટ સુધી ચાલશે,
  • રવિ યોગ સવારે 07.15 થી 08.07 સુધી રહેશે આ યોગમાં પૂજા કરવામાં આવશે, વ્યક્તિ દાન આપી શકશે અને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવશે. 
  • બાવ કરણ બપોરે 03.35 વાગ્યા સુધી 

મકર સંક્રાંતિના દિવસે કરો આ કામ

  • કાળા તલ અને ગોળથી બનેલી વસ્તુઓ, ઊની કપડાં, ખીચડી અને ધાબળાનું દાન કરો. તેનાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. 
  • તાંબાના વાસણમાં ગંગાજળમાં લાલ ફૂલ, લાલ ચંદન અને તલ નાંખો ‘ऊं घृणि सूर्याय नम’નો જાપ કરતાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો.
  • તલ અને ગોળનું સેવન કરો. જેનાથી વ્યક્તિનિ તેના જીવનમાં ભગવાન સૂર્ય અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થશે.
  • જો તમે ગંગામાં સ્નાન નથી કરી શકતા તો સ્નાનના પાણીમાં ગંગાજળ ભેળવીને ઘરે જ સ્નાન કરો.

લગ્ન સમય

● જાન્યુઆરી 16, 17, 18, 20, 21, 22, 27, 28, 29, 30 અને 31

● ફેબ્રુઆરી 01 થી 07, 12, 13, 14, 17, 18, 19, 23 થી 27 અને 29

● માર્ચ 01 થી 08, 11 અને 12



Google NewsGoogle News