Get The App

હોળીના શુભ દિવસ પર આ ત્રણ રાશિના જાતકોને થઈ શકે છે ધનલાભ, 10 વર્ષ બાદ બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
હોળીના શુભ દિવસ પર આ ત્રણ રાશિના જાતકોને થઈ શકે છે ધનલાભ, 10 વર્ષ બાદ બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ 1 - image

 Image:Freepik

નવી મુંબઇ,તા. 14 ફેબ્રુઆરી 2024, ગુરુવાર

હોળી અને દિવાળી જેવા તહેવારો પર શુભ યોગ અને રાજયોગની રચના ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેક હોળી અને દિવાળી પર રાજયોગ રચાય છે. આ રાજયોગોના નિર્માણથી વ્યક્તિને આર્થિક લાભની સાથે જીવનમાં પ્રગતિની તકો મળે છે. આ વર્ષે હોળી પર ખૂબ જ શુભ રાજયોગ બનવા જઈ રહ્યો છે.

હોળી પહેલા શુક્ર અને મંગળ કુંભ રાશિમાં શનિ સાથે યુતિ કરશે. જ્યોતિષના મતે મંગળ અને શુક્રના સંયોગથી મહાલક્ષ્મી રાજયોગ બનશે. આવી સ્થિતિમાં મહાલક્ષ્મી રાજયોગની અસર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે.

હોળીના દિવસે કઈ રાશિ પર શું અસર પડશે

તુલા

તુલા રાશિના પાંચમા ઘરમાં મહાલક્ષ્મી રાજયોગ બનશે.આ વર્ષની હોળી તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મહાલક્ષ્મી રાજયોગ તુલા રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ આપી શકે છે. જ્યોતિષના મતે પાંચમા ઘરમાં મહાલક્ષ્મી રાજયોગ બનવાના કારણે તુલા રાશિના લોકોને હોળીના દિવસે અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારું બાળક પણ પ્રગતિ કરી શકે છે. વેપારમાં ઘણો વધારો થશે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. જે લોકો ઘણા દિવસોથી બીમાર છે, તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના ચોથા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગ બનશે. ચોથા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગની રચના વૃશ્ચિક રાશિના લોકોના ભૌતિક સુખમાં વધારો કરશે. હોળીના થોડા દિવસો પહેલા વૃશ્ચિક રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થશે. તેમજ હોળીના આગામી થોડા દિવસો બાદ જ વાહનો અને મિલકત હસ્તગત કરી શકાશે. નોકરી કરતા લોકોને અચાનક આર્થિક લાભ મળી શકે છે.

કુંભ

વૈદિક જ્યોતિષ અનુસાર હોળી પર શુક્ર અને મંગળના સંયોગથી બનેલો મહાલક્ષ્મી રાજયોગ કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે, કુંભ રાશિમાં જન્મકુંડળીના લગ્ન ભાવમાં મહાલક્ષ્મી રાજયોગ બનશે.આ રાશિના લોકોનું વ્યક્તિત્વમાં સુધારો આવશે. આત્મવિશ્વાસ અને હિંમતમાં પણ વધારો દેખાશૃ. જેઓ પરિણીત છે તેમના દાંપત્ય જીવનમાં ખુશહાલ રહેશે. જેમણે લગ્ન નથી કર્યા તેમના માટે હોળી પર સંબંધનો પ્રસ્તાવ આવી શકે છે.


Google NewsGoogle News