Get The App

મહાકુંભમાં ફેબ્રુઆરીમાં ત્રણ વખત થશે શાહી સ્નાન, ડૂબકી મારવા જવાના હોવ તો નોંધી લો તારીખ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં ફેબ્રુઆરીમાં ત્રણ વખત થશે શાહી સ્નાન, ડૂબકી મારવા જવાના હોવ તો નોંધી લો તારીખ 1 - image


Image: Facebook

Mahakumbh 2025: અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. જ્યારે પ્રયાગરાજમાં 12 વખત પૂર્ણકુંભ થઈ જાય છે તો તેને એક મહાકુંભનું નામ આપવામાં આવે છે. મહાકુંભ 12 પૂર્ણકુંભમાં એક વખત થાય છે. મહાકુંભનું આયોજન 144 વર્ષોમાં એક વખત થાય છે. કુંભ મેળામાં દેશ-દુનિયાથી લોકો સામેલ થાય છે. આ મેળામાં વિશ્વભરના નાગા સાધુ પણ ભાગ લે છે. મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરી 2025થી થઈ ગઈ છે. 26 ફેબ્રુઆરીએ મહાકુંભનું સમાપન થશે. મહાકુંભનું મુખ્ય આકર્ષણ અખાડાના નાગા સંન્યાસી હોય છે. સ્નાન માટે નીકળેલા નાગાઓનો અંદાજ અનોખો હોય છે. કુંભ મેળાનું ખૂબ વધુ મહત્ત્વ હોય છે. ખાસ કરીને આ મેળામાં શાહી અને અમૃત સ્નાનનું. શાહી અને અમૃત સ્નાન પર ભક્તોની ભીડ ઉમટે છે. કુંભના મેળામાં કપાળ પર ત્રિપુંડ, શરીર પર ભસ્મ લગાવીને નાગા સાધુઓનો હઠ યોગ હોય, સાધના, વિદ્વાનોનું પ્રવચન, અખાડાના લંગર, જેવી ઘણી બાબતો જોવા મળે છે. 

ફેબ્રુઆરીમાં શાહી સ્નાનની તારીખ 

વસંત પંચમી- મહાકુંભનું ત્રીજું અને અંતિમ અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીએ વસંત પંચમી પર થશે. મહાકુંભ દરમિયાન દર દિવસે સ્નાનનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ અમૃત સ્નાનનું મહત્ત્વ સૌથી વધુ હોય છે. અમૃત સ્નાનના દિવસે નાગા બાબા અને સાધુ-સંત પોતાના શિષ્યોની સાથે ભવ્ય જુલૂસ કાઢતાં સંગમમાં ગંગા સ્નાન કરે છે. અમૃત સ્નાનને વધુ પુણ્યદાયક માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભના અમૃત સ્નાનના સમયમાં ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ શુભ રહે છે. જે વ્યક્તિ આ સમયે ગંગા સ્નાન કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અમૃત સ્નાન કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય ફળ મળે છે. આ દિવસે નાગા સાધુઓના તમામ અખાડા મહાકુંભમાં સામેલ થાય છે. નાગા સાધુઓનું આ મહાકુંભમાં અંતિમ સ્નાન પણ હશે.

આ પણ વાંચો: મહાકુંભમાં ગુજરાતની સાધ્વી બની પ્રથમ મહિલા મહામંડલેશ્વર, કહ્યું; 'માનવ કલ્યાણ માટે કાર્ય કરીશ'

2. માઘ પૂર્ણિમાનું સ્નાન

માઘ પૂર્ણિમા પર મહાકુંભનું શાહી સ્નાન થશે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન 12 ફેબ્રુઆરી, 2025 એ થશે.

3. મહાશિવરાત્રિનું સ્નાન

મહાકુંભનું અંતિમ પવિત્ર સ્નાન મહાશિવરાત્રિ પર થશે. આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીએ છે. મહાશિવરાત્રિના સ્નાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શાહી સ્નાનનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં શાહી સ્નાનનું ખૂબ મહત્ત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શાહી સ્નાનના દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી તમામ પાપોથી મુક્તિ મળી જાય છે.

શાહી સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે

કુંભ મેળામાં કોઈ પણ દિવસે સ્નાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર શાહી સ્નાન કરવાથી અમરત્વની પ્રાપ્તિ થાય છે.


Google NewsGoogle News