મહાકુંભ 2025માં પ્રથમ સ્નાનની તારીખ નોંધી લો, જાણો શાહી સ્નાનના મુહૂર્તનું મહત્ત્વ
Mahakumbh Shahi Snan 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરીથી મહાકુંભ 2025થી શરૂ થવા જઈ રહ્યો છે. મહાકુંભની લગભગ બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દેશ વિદેશથી શ્રદ્વાળુઓ મહાકુંભ મેળામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે.
આ પણ વાંચો: મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ના કરવા જોઈએ આ 5 કામ, પુણ્ય થઈ જશે નષ્ટ
મહાકુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. મહાકુંભમાં 6 શાહી સ્નાન કરવામાં આવે છે અને આ વખતે મહાકુંભનું પહેલું શાહી સ્નાન 13 જાન્યુઆરી 2025 ના રોજ પોષ પૂર્ણિમાના દિવસે થશે.તો આવો જાણીએ કે મહાકુંભમાં પહેલું શાહી સ્નાન ક્યા શુભ મુહૂર્તમાં મુહૂર્તમાં થશે, અને તેનું શું મહત્ત્વ છે, તેમજ તેના નિયમો શું છે.
શાહી સ્નાનનું શુભ મૂહુર્ત
મહાકુંભનું પહેલું શાહી સ્નાન 13 જાન્યુઆરીએ થશે. આ દિવસે પૂર્ણિમાની 13 જાન્યુઆરીએ સવારે 5.03 વાગ્યે શરૂ થશે અને 14 જાન્યુઆરીએ બપોરે 3.56 વાગ્યે પૂર્ણ થશે. માન્યતા પ્રમાણે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કુંભ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 5.27થી 6.21 સુધી રહેશે. આ ઉપરાંત શાહી સ્નાન સંધ્યા સમયે પણ કરી શકાય છે, જેનો શુભ સમય સાંજે 5:42 થી 6:09 વાગ્યા સુધીનો રહેશે.
આ પણ વાંચો: નાગા સાધુઓના 7 સૌથી કઠોર નિયમ, સામાન્ય માણસ એના વિશે વિચારી પણ ના શકે!
શાહી સ્નાનનું મહત્ત્વ
કુંભ કે મહાકુંભ દરમિયાન કરવામાં આવેલા કોઈપણ સ્નાન કે શાહી સ્નાન અત્યંત ફળદાયી અને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કુંભ મેળામાં શાહી સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપો તેમજ પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત મહાકુંભમાં લેવામાં આવતું શાહી સ્નાન પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.