Get The App

મહાકુંભના દર્શન હેલિકોપ્ટરમાંથી પણ કરી શકાશે, ફક્ત રૂપિયા 1296માં વિહંગાવલોકન

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
મહાકુંભના દર્શન હેલિકોપ્ટરમાંથી પણ કરી શકાશે, ફક્ત રૂપિયા 1296માં વિહંગાવલોકન 1 - image


Image: Facebook

Kumbh Mela 2025: પ્રયાગરાજમાં મહાકુંભના મહાપર્વનો શુભારંભ થઈ ગયો છે. આજે મહાકુંભનું પહેલું સ્નાન છે અને આજે તિથિ પણ અત્યંત પાવન અને ખૂબ ખાસ છે. આ કુંભ મેળો 26 ફેબ્રુઆરી એટલે કે લગભગ 45 દિવસો સુધી ચાલવારો છે. મહાકુંભનો આનંદ તમે આકાશથી પણ લઈ શકો છો એટલે કે તમે હેલિકોપ્ટર દ્વારા પણ મહાકુંભનો નજારો જોઈ શકો છો. ઉત્તર પ્રદેશ સરકારે શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપતાં આની કિંમત પણ ઓછી નક્કી કરી છે.

અડધા કરતાં પણ ઓછી થઈ હેલિકોપ્ટર રાઈડની કિંમત

મહાકુંભમાં હેલિકોપ્ટરથી મુસાફરીનું ભાડું હવે અડધાથી પણ વધુ ઘટાડીને 1,296 રૂપિયા પ્રતિ વ્યક્તિ કરી દેવાયું છે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે નિવેદનમાં કહ્યું કે '7-8 મિનિટની હેલિકોપ્ટર મુસાફરી 13 જાન્યુઆરીથી શરૂ થશે. હેલિકોપ્ટરની મુસાફરીનું ભાડું હવે 1,296 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે, જે પહેલા 3,000 રૂપિયા હતું.'

આ પણ વાંચો: Maha Kumbh 2025: 7 ફૂટ લાંબી જટાધારી બાબા આકર્ષણનું કેન્દ્ર, 40 વર્ષથી વાળ નથી કપાવ્યા

Upstdc ની વેબસાઈટથી થશે બુકિંગ

આ મુસાફરી પર્યટકોને પ્રયાગરાજ શહેરના ઉપરથી ભવ્ય મહાકુંભ વિસ્તારનું એરિયલ વ્યૂ બતાવશે. આ રાઈડને www.upstdc.co.in ના માધ્યમથી ઓનલાઈન બુક કરવામાં આવી શકે છે અને તેની સુવિધા ભારત સરકારના ઉપક્રમે પવન હંસ દ્વારા આપવામાં આવશે. સત્તાવાર નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હવામાનના આધારે મુસાફરીનું સંચાલન થશે. યુપી પર્યટન અને સંસ્કૃતિ વિભાગે મેળા સ્થળ પર વોટર એન્ડ એડવેન્ચર સ્પોટ્સની પણ તૈયારી કરી છે. 

આ સાથે જ 24થી 26 જાન્યુઆરી સુધી વોટર લેજર શો અને અન્ય પ્રવૃત્તિઓની સાથે-સાથે ડ્રોન શો પણ થશે. સમગ્ર દેશના પ્રસિદ્ધ કલાકાર 40 દિવસીય મેળા દરમિયાન પ્રદર્શન કરશે. જેમાં યુપી દિવસ પણ સામેલ થશે. સિંગર શંકર મહાદેવન 16 જાન્યુઆરીએ અહીં ગંગા પંડાલમાં પ્રસ્તુતિ આપવાના છે અને સમાપન પ્રસ્તુતિ 24 ફેબ્રુઆરીએ મોહિત ચૌહાણ દ્વારા આપવામાં આવશે.


Google NewsGoogle News