Get The App

પ્રવેશી, રકમી, મુદાઠિયા અને નાગા... અખાડામાં પણ હોય છે 'પ્રમોશન-અપ્રેઝલ', જાણો કેવી રીતે થાય છે પદ વહેંચણી

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
પ્રવેશી, રકમી, મુદાઠિયા અને નાગા... અખાડામાં પણ હોય છે 'પ્રમોશન-અપ્રેઝલ', જાણો કેવી રીતે થાય છે પદ વહેંચણી 1 - image


Mahakumbh 2025: મહાકુંભ-2025ના આયોજનથી પ્રયાગરાજ સમગ્ર વિશ્વમાં ચર્ચાના કેન્દ્રમાં છે. 144 વર્ષના કુંભ ચક્રના પૂર્ણ થવા પર અહીં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. આ મહાકુંભમાં સામાન્ય લોકોની ભીડ તો ઉમટી જ છે પણ આ ઉપરાંત અહીં સંતો, મહાત્માઓ, સાધુઓની ટોળી, પુજારીઓ અને મોટા-મોટા આધ્યાત્મિક અખાડા પણ સામેલ છે. કુંભ મેળામાં અખાડાઓનું અમૃત (પહેલાનું શાહી) સ્નાન સૌથી રસપ્રદ પ્રવૃત્તિ છે. આ ફક્ત સદીઓથી ચાલી આવતી પરંપરા જ નથી, પરંતુ ભારતનો એક પ્રાચીન વારસો પણ છે.

સાધુ અને યોદ્ધા પણ આ અખાડાના સદસ્ય

આધ્યાત્મિક રીતે 13 અખાડા છે, પરંતુ વર્ષ 2014થી તેમાં કિન્નર અખાડાને પણ માન્યતા આપીને જોડવામાં આવ્યો છે. જ્યારથી આ અખાડાઓ બન્યા છે ત્યારથી જ રહસ્ય અને રસનો વિષય રહ્યા છે. નાગાઓની જીવનશૈલી, તેમની સાધના કરવાની રીત, સામાજિક જીવનથી તેમનું અંતર પરંતુ સંકટની સ્થિતિમાં આ જ સાધુઓ યોદ્ધાનું વલણ અપનાવે છે તે આશ્ચર્યજનક છે. આવી ઘટનાઓના ઐતિહાસિક દસ્તાવેજી પુરાવા પણ ઉપસ્થિત છે.

અંગ્રેજો માટે ચોંકાવનારું આયોજન હતું મહાકુંભ

વિદેશી પ્રવાસીઓએ પણ આ અખાડાઓની જીવનશૈલી અને રીત-રિવાજોને આશ્ચર્યજનક ગણાવ્યા છે. જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્ય પામતા હતા કે, આખરે આટલો મોટો કાર્યક્રમ એક જ જગ્યાએ અને એક જ સમયે કેવી રીતે યોજાઈ શકે છે. પાછળથી તેમણે આ માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરી હતી, જેઓ કુંભના આયોજન અને મેનેજમેન્ટની સ્ટડી કરે અને રિપોર્ટ તૈયાર કરે. 

અખાડાઓને બહારથી જોવું જેટલું અસાધારણ છે, તેની આંતરિક રચનાને સમજવી પણ એટલી જ આશ્ચર્યજનક છે. ભલે અખાડાઓમાં બધા સાધુઓ એકસરખા દેખાય છે, પરંતુ આ સમગ્ર માળખામાં તેમના હોદ્દા અનુસાર તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે. આમાં નવા જોડાયેલા સાધુથી લઈને મહામંડલેશ્વરના પદ સુધીની લાંબી યાત્રા હોય છે. સમયાંતરે તેમા પ્રમોશન થાય છે અને સાધુના એક પદથી બીજા ઉચ્ચ પદ સુધીના પદોનું વિતરણ પણ આ જ આધારે થાય છે.

આ પણ વાંચો: ગ્લેમરસ સાધ્વી સોશિયલ મીડિયા પર ચર્ચામાં, પ્રેમને વશમાં કરવાનો મંત્ર પણ જણાવ્યો...

કયા-કયા પદ અને ઉપાધિઓ હોય છે

આ પદોમાં પ્રવેશી, રકમી, મુદાઠિયા, નાગા, સદર નાગા, કોટવાલ અને ભંડારી જેવા પદ હોય છે. અખાડાઓમાં ઉપાધિઓ પણ હોય છે. મહામંડલેશ્વર સૌથી મોટા આચાર્ય છે. જેમનો કાર્યકાળ છ વર્ષનો છે. આ ઉપરાંત મુખ્ય સરંક્ષક અને ઉપપ્રમુખના પદો પણ હોય છે. બીજી તરફ શ્રીમંત, મહંત, સચિવ, મુખિયા પણ આ પ્રાથમિકતામાં આવે છે.

જેમ કે અખાડાઓને વૈષ્ણવ, શૈવ અને ઉદાસીન એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે, તે જાણીતું છે. તો તેમાં પદોની પ્રાથમિકતા અને નામોનો ક્રમ પણ અલગ-અલગ હોય છે. જોકે ક્યારેક આ તફાવત ફક્ત નામનો જ હોય છે. રચના એક સમાન હોય છે. પરંતુ કોઈ અખાડામાં પ્રવેશ્યા બાદ સાધુને કયા-કયા પ્રાથમિકતા ક્રમમાંથી પસાર થવું પડે છે તેની વિગતો આપણે જાણીશું.

પ્રવેશી: અખાડામાં નવા પ્રવેશનારા સાધુ

અખાડામાં નવા પ્રવેશ મેળવનાર સાધુને પ્રવેશી કહેવામાં આવે છે. તેમણે અખાડામાં મર્યાદા, શિસ્ત અને આદર્શોને પોતાનું સર્વસ્વ માનવું જોઈએ, આ જ આધાર પર કોઈ નવા પ્રવેશીને પ્રવેશ આપવામાં આવે છે. વૈષ્ણવ અખાડામાં કોઈ નવા પ્રવેશીને કોઈ પણ સંપ્રદાયમાં દીક્ષા લેવી અને ત્યાગી બનવું જરૂરી છે. પ્રવેશીને સમયાંતરે છ અલગ-અલગ સંજ્ઞાઓ મળે છે.

રકમી: પદ અને ગોપનીયતાના શપથ

પ્રવેશ સમયે સૌથી પહેલા તે 'રકમ' ઉઠાવે છે. રકમ એટલે કે પદ અને ગોપનીયતાના શપથ. આ 'રકમ' ઉઠાવાની પ્રથા એક પ્રકારે ગોપનીયતાના શપથ છે. આ શપથ જ પ્રવેશ કરનાર સાધુને જીવનભર અખાડા સાથે બાંધી રાખે છે. ત્યારબાદ પ્રવેશ કરનાર સાધુએ ત્રણ-ત્રણ વર્ષ વાળા વિશેષ વર્ગોમાંથી પસાર થવું પડે છે.

શપથ લીધા બાદ અખાડાઓની ભાષામાં પ્રવેશીને છોટા, બંદગીદાર, હુરદંગા, મુદાઠિયા, નાગા, સદર નાગા, અતીત અને મહાઅતીતની ઉપાધિઓ મળી જાય છે. 

ક્યારે મળે છે નાગાની ઉપાધિ

નાગા' ઉપાધિ બાર વર્ષ બાદ મળે છે. આ ઉપાધિ મળતાની સાથે જ તે અખાડાનો એક જવાબદાર અધિકારી બની જાય છે. વૈષ્ણવ અખાડાઓની પરંપરા પ્રમાણે રકમી સાધુએ પોતાની ઉપરથી મોટા બંગદીદારથી લઈને મહા અતીતની સેવા કરવી પડે છે. 'બંદગીદાર' કોઠાર અને ભંડારની વ્યવસ્થા કરે છે. છડી ઉઠાવવી, શાસ્ત્ર અને શસ્ત્રની શિક્ષા ગ્રહણ કરવાના તેના કાર્યો છે. બીજી તરફ મંદિરની વ્યવસ્થા, ભોજન-પંગત વગેરેની વ્યવસ્થા કરે છે. 

મુદઠિયાનું કામ શું હોય છે?

'મુદઠિયા'નું કામ ભાગવત સેવા, ભોજન વ્યવસ્થા, આવક-ખર્ચનું વિવરણ, કાર્યકર્તાઓ પાસેથી કામ કરાવવું, શસ્ત્રો અને શાસ્ત્રોનું શિક્ષણ અને શિબિરનું નિરીક્ષણ કરવાનું છે. મુદાઠિયાની આ ઉપાધિ મળતા જ સાધુની જવાબદારી વધી જાય છે. 

નાગાથી મોટા હોય છે સદર નાગા

સદર નાગા ઉપાધિથી સન્માનિત નાગા સાધુને વિશેષ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. અખાડાના પંચો તરફથી તેમને કંઠી, કટોરો અને ભેટની સાથે-સાથે સહયોગ માટે કોતવાલ મળી જાય છે. 


Google NewsGoogle News