ક્યાં અને કેવી રીતે રહે છે મહિલા નાગા સાધુ, જાણો રહસ્યમયી દુનિયાના નિયમો
Maha Kumbh 2025, Female Naga Sadhu: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સંગમ નગરીમાં આજથી એટલે કે, 13 જાન્યુઆરીથી શરુ થઈ ગયો છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. દોઢ મહિના સુધી ચાલનારા મહાકુંભમાં ગંગા-યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે 40 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. મહાકુંભમાં સંગમમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ દૂર દૂરથી અહીં આવી પહોંચ્યા છે.
આ પણ વાંચો : પુત્રના નિધન બાદ અમેરિકાના સૈનિક બની ગયા બાબા મોક્ષપુરી, મેક્સિકોમાં આશ્રમ
સનાતન ધર્મમાં ઋષિઓ અને સંતોનું ખૂબ મહત્ત્વ છે. જોકે , કુંભમાં આવતા નાગા સાધુઓ લોકો માટે આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે. નાગા સાધુઓ વિના કુંભની કલ્પના કરવી શક્ય નથી. નાગા સાધુઓનો પોષાક અને ખાન-પાનની આદતો સામાન્ય લોકો કરતાં સંપૂર્ણપણે અલગ છે. પુરુષોની જેમ મહિલા નાગા સાધુઓ પણ છે. સ્ત્રી નાગા સાધુઓ પણ પોતાનું જીવન સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરે છે.
સૌથી અલગ અને અનોખું જીવન
નાગા સાધુઓની રહસ્યમય દુનિયા વિશે બધાએ સાંભળ્યું જ હશે, પરંતુ મહિલા નાગા સાધુઓનું જીવન સૌથી અનોખું અને અલગ છે. ગૃહસ્થ જીવનથી દૂર રહેતી મહિલા નાગા સાધુઓના દિવસની શરુઆત અને અંત પૂજા- પાઠ સાથે થાય છે. તેમનું જીવન અનેક પ્રકારની મુશ્કેલીઓથી ભરેલું છે. નાગા સાધુઓને દુનિયામાં કોઈ રસ નથી અને તેઓ જે કંઈ કહે છે તે બધું અનોખું છે.
કોણ બનાવે છે નાગા સાધુ
મહિલા નાગા સાધુ બન્યા પછી બધા સાધુ અને સાધ્વીઓ તેમને માતા કહીને બોલાવે છે. માઈ બડામાં મહિલા નાગા સાધુઓનો સમાવેશ થાય છે, જેને વિસ્તૃત કર્યા પછી હવે દશનામ સન્યાસિની અખાડા તરીકે નામ આપવામાં આવ્યું છે. સાધુ- સંતોમાં નાગા એક પદવી હોય છે. સાધુઓમાં વૈષ્ણવ, શૈવ અને ઉદાસી સંપ્રદાયો છે. આ ત્રણેય સંપ્રદાયોના અખાડા નાગા સાધુઓનું સર્જન કરે છે.
સ્ત્રીઓ નાગા સાધુ કેવી રીતે બને છે?
પુરુષ નાગા સાધુઓ નગ્ન રહી શકે છે, પરંતુ સ્ત્રી નાગા સાધુઓને આવું કરવાની મંજૂરી નથી હોતી. પુરુષ નાગા સાધુઓમાં વસ્ત્રધારી અને દિગંબર (નગ્ન) હોય છે. સ્ત્રીઓને પણ દીક્ષા આપવામાં આવે છે અને નાગા સાધુ બનાવવામાં આવે છે, પરંતુ તે બધા વસ્ત્રધારી હોય છે. સ્ત્રી નાગા સાધુઓએ પોતાના કપાળ પર તિલક લગાવવું જરૂરી છે. પરંતુ તે ફક્ત એક જ કેસરી રંગનું કાપડ પહેરી શકે છે, જે ક્યાંયથી સીવેલું નથી હોતું. આ વસ્ત્રને ગાંતી કહેવામાં આવે છે.
નાગા સાધુ બનવાની પ્રક્રિયા અત્યંત મુશ્કેલ છે
સ્ત્રી નાગા સાધુ બનવાની પ્રક્રિયા વિશે જાણ્યા પછી તમે વિચારવા માટે મજબૂર થઈ જશો. સ્ત્રી નાગા સાધુઓનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. નાગા સાધુ બનવા માટે તેમને કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડે છે. નાગા સાધુ કે સંન્યાસી બનવા માટે 10થી 15 વર્ષ સુધી કડક બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. નાગા સાધુ બનવા માટે વ્યક્તિએ તેના ગુરુને ખાતરી આપવી પડશે કે, તે તેના માટે લાયક છે અને હવે તે ભગવાનને સમર્પિત છે. આ પછી ગુરુ નાગા સાધુ બનવાની પરવાનગી આપે છે.
નાગા બનતાં પહેલાં મુંડન કરાવવું પડે છે
નાગા સાધુ બન્યા પહેલા મહિલાના ભૂતકાળના જીવન વિશે જાણવામાં આવે છે. એ જોવામાં આવે છે, કે તે ભગવાનને સમર્પિત છે કે નહીં. તેમજ નાગા સાધુ બન્યા પછી કોઈ વ્યક્તિ મુશ્કેલ સાધના કરી શકે છે કે નહીં. નાગા સાધુ બનતા પહેલાં મહિલા જીવતી હોય ત્યારે તેનુ પિંડદાન કરવું પડે છે અને મુંડન કરાવવું પડે છે.
અખાડામાં મહિલાને સંપૂર્ણ સન્માન મળે છે
આ પછી સ્ત્રીને નદીમાં સ્નાન કરાવવામાં આવે છે. સ્ત્રી નાગા સાધુઓ આખો દિવસ ભગવાનના નામનો જપ કરે છે અને સવારે બ્રહ્મમુહૂર્ત દરમિયાન ઉઠીને ભગવાન શિવનું નામ જલે છે. સાંજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે. બપોરના ભોજન પછી તે ભગવાન શિવના નામનો જાપ કરે છે. અખાડામાં સ્ત્રી નાગા સાધુઓને સંપૂર્ણ સન્માન આપવામાં આવે છે.
કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓ સાથે મહિલા સાધુઓ પણ શાહી સ્નાન કરે છે. જોકે, પુરુષ નાગા સાધુઓના સ્નાન કર્યા પછી તેઓ નદીમાં સ્નાન કરે છે. અખાડાની મહિલા નાગા સાધુઓને માઈ, અવધૂતાની અથવા નાગિન કહીને બોલાવવામાં આવે છે. પરંતુ અખાડામાં કોઈ મહત્ત્વપૂર્ણ પદ માટે માઈ કે નાગિનની પસંદગી કરવામાં આવતી નથી.