Get The App

Magh Maas 2024: આજથી શરૂ થઈ રહ્યો છે માઘ મહિનો, તેલ-ગોળનું કરવું સેવન, જાણો શું રાખવી સાવધાની

દાન હંમેશા એવા વ્યક્તિને કરવું જોઈએ કે જેને ખરેખર જરુર હોય

આ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન, દાન જેવા શુભ કાર્યો કરવા જોઈએ

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
Magh Maas 2024: આજથી શરૂ થઈ રહ્યો છે માઘ મહિનો, તેલ-ગોળનું કરવું સેવન, જાણો શું રાખવી સાવધાની 1 - image

Image Social Media



Magh Maas 2024:  માઘ મહિનો કૃષ્ણ ભગવાન સાથે સંબંધ ધરાવે છે. માઘનો મહિનાને પહેલા માધનો મહિનો કહેવામાં આવતો હતો. પરંતુ પછીથી તેને માધ મહિનો કહેવામાં આવે છે. માઘ શબ્દનો સંબંધ શ્રીકૃષ્ણના એક રુપ માધવ સાથે રહેલો છે, એટલે આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ખૂબ જ ધાર્મિક પર્વો આવે છે અને સાથે સાથે પ્રકૃતિ પણ અનુકૂલ થવા લાગે છે. આ મહિનામાં સંગમ પર કલ્પવાસ પણ કરવામાં આવે છે, જેના કારણે વ્યક્તિના શરીર અને આત્મામાં નવી ચેતના આવે છે. આ વખતે માઘનો મહિનો 26 જાન્યુઆરીએ શરુ થઈ રહ્યો છે અને 24 ફેબ્રુઆરીએ પુરો થવાનો છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે માઘ માસ 11 મો મહિનો હોય છે. 

માઘ માસમાં દાન કરવાના નિયમ  :

1.  દાન માટે માઘ મહિનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, દાન આપતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

2.  એ ખાસ જરુરી છે કે દાન કોઈના દબાણમાં આવીને ન કરવું જોઈએ.

3. દાન હંમેશા એવા વ્યક્તિને કરવું જોઈએ કે જેને ખરેખર જરુર હોય.

4. દાનમાં આપવામાં આવેલી દરેક વસ્તુ ઉત્તમ કોટીની હોવી જોઈએ.

5. દાનમાં ક્યારેય માંસ, મદિરા અથવા નકલી વસ્તુઓ ન આપવી જોઈએ.

6. દાન આપતી વખતે મનમાં હંમેશા એ ભાવ રાખો કે આ વસ્તુ ઈશ્વરે આપેલી છે. 

7. દાન આપતી વખતે કોઈ પણ વ્યક્તિ માટે તમારા મનમાં કોઈ દ્વેષભાવ ન રાખવો જોઈએ. 

માઘ માસના નિયમ

આ મહિનામાં વ્યક્તિએ સામાન્ય જળથી સ્નાન કરવું જોઈએ. આ સિવાય સવારે વહેલા ઉઠવું જોઈએ, સ્નાન ન કરવું એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ નથી. આ મહિનામાં વ્યક્તિએ ભારે ભોજન ન કરવું જોઈએ. આ મહિનામાં તેલ અને ગોળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.

માઘ માસનું મહત્ત્વ

માઘનો મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન, દાન જેવા શુભ કાર્યો કરવા જોઈએ. માઘ મહિનામાં ઘણાં ધાર્મિક પર્વો પણ આવતા હોય છે, અને સાથે સાથે પ્રકૃતિ પણ અનુકૂલ થવા લાગે છે. આ મહિનામાં સંગમ પર કલ્પવાસ પણ કરવામાં આવે છે.


Google NewsGoogle News