હોળીના દિવસે જ લાગશે ચંદ્રગ્રહણ: જાણો કઈ કઈ રાશિના જાતકોને મળશે શુભ ફળ

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
હોળીના દિવસે જ લાગશે ચંદ્રગ્રહણ: જાણો કઈ કઈ રાશિના જાતકોને મળશે શુભ ફળ 1 - image

Image:Freepik

નવી મુંબઇ,તા. 23 માર્ચ 2024, શનિવાર

હોળી એટલકે રંગોનો, ખુશીઓનો તહેવાર પરંતુ 2024ની હોળી રાતના સમયે બેરંગ પૃથ્વીને કારણે ચંદ્ર બેરંગ બનશે. વર્ષ 2024માં  હોળીનો તહેવાર 25 માર્ચ, સોમવારના રોજ ઉજવવામાં આવશે. જોકે આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણના યોગ છે. આ ચંદ્રગ્રહણ વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ છે. 

હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં આ શુભ પણ હોય છે. સામાન્ય શબ્દોમાં જોઈએ તો સૂર્ય અને સૂર્યની ગોળફરતે ફરતો આપણો પૃથ્વી ગ્રહ અને પૃથ્વીની ફરતે ફરતા ચંદ્રમા એક લાઇનમાં ગોઠવાય અને ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રની સપાટી પર પડે છે અને ઢંકાઈ જાય તેને ચંદ્રગ્રહણ કહેવાય છે.

જ્યોતિષના મતે આ વર્ષની હોળી કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ વર્ષની ચંદ્રગ્રહણવાળી હોળી અમુક રાશિના જાતકોને ધંધામાં આવક અને નફો વધારી શકે છે તો અમુકના દુખ દૂર કરશે તો અમુકને લગ્નયોગ આપશે. તો આવો આ લેખમાં જાણીએ કે કઈ રાશિઓ માટે આ વર્ષની હોળી શુભ થવા જઈ રહી છે.

આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે :

મેષ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતની હોળી મેષ રાશિના જાતકોને આર્થિક લાભ આપશે. ધંધો-વેપાર-બિઝનેસ કરતા લોકોને વૃદ્ધિ સાંપડશે. કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે. મનમાં કોઈ બાબતને લઈને પ્રસન્નતા રહેશે. બીજાને મદદ કરતા રહેશો. હોળીના પાવન દિવસે તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો.

કર્ક

કર્ક રાશિવાળા લોકો માટે આ હોળી જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવી રહી છે. હોળીના દિવસે તમારા કરિયર સાથે જોડાયેલા સારા સમાચાર સાંભળી શકો છો. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને મિત્રોનો ભરપૂર સહયોગ મળશે. ભાગ્ય પણ તમારો સાથ આપશે. હોળીના દિવસે તમે આખા પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો.

ધનુ :

ધનુ રાશિવાળા લોકો માટે હોળીનો તહેવાર ઘણી રીતે શુભ રહેશે. આ દિવસે તમે કોઈપણ ભેદભાવ વિના એકબીજા સાથે ઉજવણી કરશો. દિવસભર તમે ઉર્જાવાન અનુભવ કરશો. પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. વર્ષ 2024ની હોળી ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વેપારીવર્ગને લાભ ખટવાની સારી તકો મળશે.


Google NewsGoogle News