હોળી પર કન્યા રાશિ પર લાગશે ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં સૂતક લાગશે કે નહીં
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 18 માર્ચ 2024 સોમવાર
ભારતમાં ચંદ્ર ગ્રહણ ન દેખાવાથી તેનો કોઈ પ્રભાવ ન પડવા પર હોલિકા દહન ફાગણ પૂનમના દિવસે જ થશે. ધર્માચાર્યોએ આ સંબંધમાં ચાલી રહેલા ભ્રમને દૂર કર્યા.
2024નું પહેલુ ચંદ્રગ્રહણ 25 માર્ચે હોળીના દિવસે
25 માર્ચે થનારુ ચંદ્રગ્રહણ ભારતના કોઈ પણ ભાગમાં ન જોવા મળવાથી તેનો દેશમાં કોઈ પ્રભાવ પણ થશે નહીં. જેના કારણે ચંદ્ર ગ્રહણનો કોઈ દુષ્પ્રભાવ હોળીના તહેવારે પર પણ પડી શકશે નહીં. તેથી હોલિકા દહન ફાગણ પૂનમના દિવસે 24 માર્ચે જ થશે અને આગલા દિવસે 25 માર્ચે અબીલ ગુલાલ અને રંગોનો તહેવાર થશે. તેમણે જણાવ્યુ કે 25 માર્ચે થનારુ ચંદ્ર ગ્રહણ એક છે. આ દરમિયાન ચંદ્ર માત્ર પૃથ્વીના પડછાયાના બહારના કિનારાથી પસાર થશે. આ ચંદ્ર ગ્રહણ માત્ર કન્યા રાશિ પર થશે. તેમણે જણાવ્યુ કે ચંદ્રગ્રહણના કારણે હોળીને લઈને કોઈ મૂંઝવણમાં ન પડવુ. કેમ કે પંચાંગ અનુસાર ફાગણ પૂનમ પર જ હોળી મનાવવામાં આવે છે.
હોલિકા દહનનું શુભ મુહૂર્ત
હોલિકા દહનનું શુભ મુહૂર્ત 24 માર્ચની રાત્રે 11.13 વાગ્યાથી રાત્રે 12.27 મિનિટ સુધી રહેશે. જેનો સમયગાળો કુલ એક કલાક 14 મિનિટ સુધી રહેશે. તેમણે જણાવ્યુ કે આ ચંદ્રગ્રહણ યુરોપ, ઉત્તર પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં જોઈ શકાશે. આ પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ જોવા મળશે પરંતુ ભારતમાં ન દેખાવાથી દેશની સાથે જ હોલિકા દહન પર તેનો કોઈ દુષ્પ્રભાવ પડશે નહીં.