હોળી પર ચંદ્રગ્રહણ: મેષ રાશિવાળાને થશે વિશેષ લાભ, જાણો કઈ રાશિ પર કેવી અસર પડશે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
હોળી પર ચંદ્રગ્રહણ: મેષ રાશિવાળાને થશે વિશેષ લાભ, જાણો કઈ રાશિ પર કેવી અસર પડશે 1 - image


નવી મુંબઇ,તા. 20 માર્ચ 2024, બુધવાર

2024ના પ્રથમ ચંદ્રગ્રહણ પર અદ્દભુત યોગ બની રહ્યો છે. હોળીના પાવન પર્વ પર આ વખતે ગ્રહણ લાગી રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચ એટલે કે હોળીના દિવસે લાગવાનું છે. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. 

ચંદ્રગ્રહણની અસર તમામ લોકોના જીવનમાં હકારાત્મક અને નકારાત્મક બંને રીતે જોવા મળે છે. હોળીના દિવસે જ વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની સંભાવના રચાઈ રહી છે. 25 માર્ચે થનારું પ્રથમ ચંદ્રગ્રહણ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ હશે, જે કેટલીક રાશિઓ માટે નસીબ લઈને આવશે. તો આવો વિગતવાર જાણીએ આ લકી રાશિઓ વિશે...

મેષ 

આ રાશિ માટે ચંદ્રગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન પ્રમોશન મળી શકે છે. વેપાર કરનારાઓ માટે પ્રગતિની સોનેરી તકો ઉભી થઈ છે. અચાનક ધન પ્રાપ્તિ થશે. હવે તમારા તમામ પડતર કામો પૂર્ણ થવા જઈ રહ્યાં છે.

વૃષભ 

ચંદ્રગ્રહણ આ રાશિ માટે શુભ પરિણામ આપશે. કપરા ચઢાણ બાદ આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. શક્ય છે કે નોકરીયાત વર્ગને આ સમયગાળા દરમિયાન પ્રમોશન મળે. ધંધા-વેપારમાં સંકળાયેલા લોકોને નફો કમાવવાની તક મળશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. સૌથી મહત્વનું આ રાશિના લોકો માનસિક શાંતિ અનુભવશે.

કન્યા 

આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. તમામ અટવાયેલા કામ પૂર્ણ થશે. મહેનતનું પૂરું ફળ મળશે. ધંધાદારી લોકોને મોટી રકમ મળવાની છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. કોઈ દિશામાંથી સારા સમાચાર મળી શકે છે.

ધનુ 

આ રાશિના જાતકોને ચંદ્રગ્રહણનો પૂરો લાભ મળશે. અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે.વિદ્યાર્થીઓને કારકિર્દીમાં નવી તકો મળશે. વેપાર કરનારાઓને ફાયદો થશે. સ્વાસ્થ્ય સંબંધિત દરેક સમસ્યા દૂર થશે. આ સમયે આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


Google NewsGoogle News