હોળી પર ચંદ્રગ્રહણ : 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ભૂકંપ, જાણો કઈ વસ્તુનું રાખવું ધ્યાન
Image Source: Freepik
lunar eclipse : હોળીના તહેવાર પર આ વર્ષે ચંદ્ર ગ્રહણનો અશુભ યોગ બની રહ્યો છે. ભારતીય સમય અનુસાર ચંદ્ર ગ્રહણ 25 માર્ચે સવારે 10.23 મિનિટથી શરૂ થઈને બપોરે 03.02 મિનિટે પૂર્ણ થશે. ગ્રહણની સાથે આ વખતે હોળી પર ઘણા અશુભ યોગ બની રહ્યા છે. મીન રાશિમાં સૂર્ય અને રાહુની અશુભ યુતિથી ગ્રહણ યોગ બની રહ્યા છે. બીજી તરફ હોળી પહેલા શનિ ઉદય થતા જ પોતાની ઉગ્ર અવસ્થામાં આવી ચૂક્યા છે. કુંભ રાશિમાં પણ શનિ અને મંગળની જોખમી યુતિ બનેલી છે. આ તમામ અશુભ યોગ વચ્ચે હોળીથી કઈ 5 રાશિઓના ખરાબ દિવસ શરૂ થવાના છે જાણો.
મેષ રાશિ: તમને રૂપિયાથી નુકસાન થશે
મેષ રાશિના લોકો માટે હોળીનો આ તહેવાર તમારા જીવનમાં સંકટોને વધારનારો માનવામાં આવી રહ્યો છે. તમને કરિયરમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હોળી બાદ તમારા જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. તમને રૂપિયાની તકલીફ પડશે અને આરોગ્યના મામલે નુકસાન થઈ શકે છે. કરિયરમાં ખૂબ મહેનત કર્યા બાદ તમને સફળતા મળશે. તમારી કોઈ જૂની બીમારી ફરીથી ઊભી થઈ શકે છે. ઉપાય તરીકે હોલિકા દહન બાદ 7 લવિંગની જોડી ચઢાવો.
વૃષભ રાશિ: નોકરીમાં દબાણ વેઠવુ પડી શકે છે
વર્ષ 2024નું પહેલુ ચંદ્ર ગ્રહણ કન્યા રાશિમાં થવાનું છે. તમને નોકરીમાં દબાણ વેઠવુ પડી શકે છે અને કામ વધુ કરવુ પડશે. જે બાદ પણ તમને તમારા કામ માટે સન્માન મળશે નહીં. સીનિયર લોકો તમારાથી ખુશ થશે નહીં. તમારા પગારમાં વધારો અને પ્રમોશનમાં અવરોધ આવી શકે છે. તમારા પરિવારના મામલે કોઈ પણ નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવાની જરૂર છે. ઉપાય તરીકે હોળીની અગ્નિમાં ઘઉંના બાલિયા ચઢાવવા.
કન્યા રાશિ: આરોગ્ય સાથે જોડાયેલી કોઈ ગંભીર સમસ્યા વેઠવી પડશે
કન્યા રાશિના લોકો માટે હોળી પર બનનાર ગ્રહણ યોગ ખૂબ અશુભ સંકેત આપી રહ્યા છે. કન્યા રાશિના લોકોને કરિયર અને વેપારમાં ખૂબ તણાવ વેઠવો પડી શકે છે. તમારા મનમાં નકારાત્મક વિચાર આવવાથી તમારા લોકો પરથી વિશ્વાસ ઉઠી જશે. પરિવારના લોકોની સાથે તમારો વિવાદ વધી શકે છે અને આરોગ્ય સાથે જોડાયેલી કોઈ ગંભીર સમસ્યા તમને પરેશાન કરી શકે છે. નજીકના સંબંધોમાં તણાવ વધી શકે છે. વાણી પર કાબૂ રાખો. ઉપાય તરીકે હોળીની અગ્નિમાં સંતાઈને જઈને સવા સો ગ્રામ હળદર નાખી દો.
કુંભ રાશિ: ધનનું ભારે નુકસાન
કુંભ રાશિના લોકોને હોળીના તહેવાર બાદથી જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો એક સાથે કરવો પડી શકે છે. લાઈફ પાર્ટનરની સાથે સમસ્યાઓ પેદા થઈ શકે છે. તમારા જીવનમાં વિવાદ વધશે અને તમારી આકરી વાણીના કારણે તમારા જીવનમાં કડવાશ વધી શકે છે. વાણીમાં દોષના કારણે લોકોની સાથે તમારા સંબંધ ખરાબ થઈ શકે છે. વેપારમાં તમને ધનનું ભારે નુકસાન વેઠવુ પડી શકે છે. ઉપાય તરીકે હોલિકા દહન બાદ 5 વખત પરિક્રમા કરો.
મીન રાશિ: અભ્યાસ અને કરિયરમાં સમસ્યાઓ
મીન રાશિના લોકોને હોળી પર થનાર ગ્રહણના કારણે કરિયરમાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારી સંતાનને પણ અભ્યાસ અને કરિયરમાં સમસ્યાઓ આવી શકે છે. જૂના રોગ ફરીથી ઉભા થઈ શકે છે. તમારા વેપારમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. ખૂબ મહેનત અને રોકાણ બાદ પણ તમને આશા અનુસાર રિટર્ન મળશે નહીં. તમારા પરિવારમાં આંતરિક સંબંધ અસર કરી શકે છે અને તણાવ વધી શકે છે. ઉપાય તરીકે હોળી પર લાલ ગુલાલ માતા લક્ષ્મીને ચઢાવો.