Unlucky Zodiac: ચંદ્ર ગ્રહણ પૂર્ણ થઈ ગયુ હોવા છતાં 15 દિવસ સુધી આ રાશિના જાતકો પર રહેશે નકારાત્મક અસર
Image Source: Freepik
અમદાવાદ, તા. 26 માર્ચ 2024 મંગળવાર
વર્ષ 2024નું પહેલુ ચંદ્ર ગ્રહણ લાગી ચૂક્યુ છે. આ ચંદ્ર ગ્રહણ હોળી મહાપર્વના દિવસે લાગશે. હોળી પર ચંદ્ર ગ્રહણ થવાનો સંયોગ 100 વર્ષ બાદ બન્યો હતો. આ ચંદ્ર ગ્રહણ કન્યા રાશિમાં થયુ. જ્યોતિષ અનુસાર 25 માર્ચે થયેલા આ ચંદ્ર ગ્રહણની અસર આગામી 15 દિવસ સુધી તમામ રાશિઓ પર રહેશે. જે રાશિઓ માટે આ ચંદ્ર ગ્રહણ અશુભ ફળદાયી છે. તેમને આ દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે. જોકે આ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હતુ, જે ભારતમાં દેખાવાનું નહોતુ અને આનો સૂતકકાળ પણ માન્ય નહોતો. તેમ છતાં ગ્રહણની અસર રાશિઓ પર રહી શકે છે.
વૃષભ
આ ચંદ્ર ગ્રહણથી વૃષભ રાશિના લોકોનો તણાવ વધવાનો છે. આગામી 15 દિવસ સુધી પણ આ લોકોને આ મામલે સાચવીને રહેવાની જરૂર છે. પોતાના વિચારો સકારાત્મક રાખો. સાથે જ આરોગ્યનું ધ્યાન રાખો. મેડિટેશન-યોગનો સહારો લો. પોતાને વ્યસ્ત રાખો. ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી લાભ થશે.
કર્ક
કર્ક રાશિના લોકો માટે આગામી 15 દિવસ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈને પરેશાની આપી શકે છે. શ્રેષ્ઠ એ રહેશે કે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખો. પરિવારમાં અમુક સમસ્યા થઈ શકે છે. ધૈર્ય અને શાંતિથી દરેક મામલાનો ઉકેલ લાવો. ધનની લેવડ-દેવડથી બચો. રૂપિયા ઉધાર આપો નહીં અને કોઈની પાસેથી રૂપિયા લેવા નહીં. ભગવાન શિવની આરાધના કરવાથી લાભ થશે.
કન્યા
વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ કન્યા રાશિમાં જ થવાનું છે અને સૌથી વધુ અસર આ રાશિ પર રહેશે. આ જાતકોને નોકરી-વેપારના મામલે સતર્કતા રાખવી જોઈએ. પોતાના કામથી કામ રાખવુ અને મોટા નિર્ણય હાલ ન લો. ધન હાનિ થઈ શકે છે. પોતાના આરોગ્યનું ધ્યાન રાખો. આ જાતકોએ શિવજીની આરાધના કરવી જોઈએ.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાનું કામ ધ્યાનથી કરવુ જોઈએ. કાર્યમાં બેદરકારી કે ભૂલ તમને નુકસાન આપશે. ખરાબ સંગત અને નશાથી દૂર રહો. આર્થિક તંગીનો અનુભવ થશે. ઘરમાં તણાવ થઈ શકે છે. પોતાના વ્યવહારમાં વિનમ્રતા લાવો. માતા દુર્ગાની આરાધના કરો.