Get The App

આવા લોકોને આગલા જન્મમાં મળે છે ગીધનો અવતાર, ખરાબ કર્મ ક્યારેય પીછો નથી છોડતા!

ગરુડ પુરાણ હિન્દુ ધર્મનું એક મહત્વપુર્ણ પુરાણ છે

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
આવા લોકોને આગલા જન્મમાં મળે છે ગીધનો અવતાર, ખરાબ કર્મ ક્યારેય પીછો નથી છોડતા! 1 - image
Image Social Media

તા. 1 ડિસેમ્બર 2023, શુક્રવાર 

માનવી ભગવાનની એક અદ્ભૂત રચના છે, જેમા કેટલાક સારા કર્મો કરે છે તો કેટલાક ખોટા કર્મો કરે છે. એટલા માટે દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેણે ક્યારેય કોઈ ભૂલ ન કરી હોય. કેટલીયવાર માણસ ભુલ કર્યો પછી વિચારે છે કે બચી ગયો, પરંતુ એવુ બિલકુલ નથી હોતુ. ગરુડ પુરાણ પ્રમાણે ખોટા કામ કરીને મેળવેલ ખોટુ કર્મ મર્યા પછી પણ ખત્મ નથી થતુ અને માણસને તેનુ કર્મફળ બીજા જન્મમાં ભોગવવુ પડતુ હોય છે. 

હિન્દુ ધર્મમાં શાસ્ત્ર, વેદ અને પુરાણ ખોટા કર્મ કરવાથી બચવા માટે પુણ્ય કર્મ કરવાની સલાહ અથવા પ્રેરણા આપે છે અને મર્યા પછી મોક્ષની પ્રાપ્તિ કરે છે. ગરુડ પુરાણ હિન્દુ ધર્મનું એક મહત્વપુર્ણ પુરાણ છે. 

દરેક માણસને પોતાના કર્મનુ ફળ ભોગવવુ પડે છે 

હિન્દુ ધર્મના ગરુડ પુરાણમાં શ્રી હરિ વિષ્ણુ પક્ષીરાજ ગરુડની જિજ્ઞાસાને શાંત કરતા તેના પ્રશ્નોના જવાબ આપે છે. ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણના માધ્યમથી અનેક પ્રશ્નોના જવાબ અને ઉપદેશ આપ્યા છે. આ સિવાય ગરુડ પુરાણમાં માણસના પાપો અને પુણ્યો વિશે પણ વાત કરી છે. તે પ્રમાણે દરેક માણસને પોતાના કર્મનુ ફળ ભોગવવુ પડે છે પછી ભલે તે સારા હોય કે ખોટા. આટલુ જ નહીં તેના કર્મોનું ફળ માણસને આ જન્મમાં જ નહી પરંતુ બીજા જન્મમાં પણ ભોગવવા પડે છે. 

છેતરપિંડી કરનારા લોકોને મળે છે આ યોનીમાં જન્મ

ગરુડ પુરાણ પ્રમાણે તમારે મિત્રતા એવા વ્યક્તિ સાથે કરવી જોઈએ જે સાચા મનથી મિત્રતા નિભાવતો હોય.  સાચો મિત્ર એ છે કે જે સાચા મનથી મિત્રતા નિભાવે છે. જે સુખ દુખમાં ઢાળ બનીને ઉભો રહે તે જ સાચો મિત્ર છે. અને તે ક્યારેય તમને ઠગવાની કોશિશ ન કરતો હોય તેજ સાચો મિત્ર છે. જો કોઈ મિત્રને ઠગવાનું કામ કરે છે તેને આ પાપનું કર્મ આ જન્મ સાથે આવતા જન્મમાં પણ ભોગવવુ પડતુ હોય છે. જે મિત્રને ઠગીને તેનો ગેરલાભ ઉઠાવે છે તેને ગરુડ પુરાણ પ્રમાણે બીજા જન્મમાં ગીધનો અવતાર મળે છે. જેનો જન્મ પહાડોમાં થાય છે અને તેને પેટ ભરવા માટે જાનવરોનું માસ ખાવુ પડે છે. 


Google NewsGoogle News