1100 વર્ષ પહેલાં એક ચમત્કારથી થઈ હતી આ શિવમંદિરની સ્થાપના, ભક્તોનું તો પૂર આવે છે
Image Wikipedia |
Lord Shiva Famous 1100 years old Temple : સોમવાર ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ અને કૃપા રહે છે. તેમજ મનુષ્યનું જીવન આનંદમય બને છે. લોકો સોમવારે ઉપવાસ પણ રાખે છે અને ભોલેનાથની પૂજા કરે છે. દેશમાં ભગવાન શિવના કેટલાય પ્રખ્યાત મંદિરો આવેલા છે. કેટલાક મંદિરો ખૂબ જ પ્રાચીન પણ છે. ઉત્તર પ્રદેશના બાગપતમાં 1100 વર્ષથી પણ વધુ જૂનું એક મંદિર આવેલું છે. અહીં દૂર દૂરથી ભક્તો આવે છે. આ મંદિરની સ્થાપના સાથે એક રસપ્રદ માન્યતા જોડાયેલી છે.
કેવી રીતે કરવામાં આવી હતી સ્થાપના ?
આ મંદિર બાગપત પાસે સ્થિત પાબલા ગામમાં છે. આ મંદિરની સ્થાપના પછી જ આ ગામમાં વસવાટ શરુ થયો હતો. એવું કહેવાય છે કે પહેલા આ સ્થાન પર માત્ર જંગલો અને ઝાડીઓ હતી અને ત્યાં ઘણા લોકો રહેતા ન હતા. લોકોએ જોયું કે એક ગાય તે ઝાડીઓમાં આવીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહે છે અને જેવી તે ત્યાં ઊભી રહે કે તરત જ ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગે છે. તેથી લોકોએ નજીક જઈને જોયું તો ત્યાં જમીનમાં એક પથ્થર દેખાયો, લોકોએ તેને ત્યાંથી હટાવવા માટે ઘણી કોશિશ કરી છતાં પથ્થર હટાવી ન શક્યા.
ગામ લોકો અને સાધુ- સંતોએ સાથે મળીને મંદિરનું નિર્માણ કર્યું
આ પછી અન્ય ગામોના લોકોએ સાથે મળીને આ સ્થળે ભવ્ય શિવ મંદિર બનાવ્યું. સાધુ, સંતો, મહાત્માઓ અને પ્રખ્યાત લોકોએ મળીને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. 1150 વર્ષ પછી પણ આ મંદિરમાં દર વર્ષે ભક્તોની ભીડ રહે છે, અને માત્ર દર્શન કરવાથી જ લોકોની મનોકામના પૂરી થાય છે. બાગપતનું પાબલા ગામ આ મંદિરના કારણે પ્રખ્યાત છે.
સોમવારે ભગવાન શિવની પૂજા કરો
સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી પણ ફળ મળે છે. આ દિવસે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવાથી લાભ થાય છે. આ દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ભક્તો પર દેવી લક્ષ્મીની કૃપા વરસે છે અને જીવનમાં ખુશીઓ આવે છે.