શું હતું તે રહસ્ય, જેના કારણે શ્રીકૃષ્ણએ શિશુપાલના 100 અપરાધ માફ કર્યા
- વાંચો... સમગ્ર કથા
અમદાવાદ, તા. 21 જુલાઈ 2018 શનિવાર
શ્રીકૃષ્ણએ પ્રણ લીધું હતું કે શિશુપાલના 100 અપમાન ક્ષમા કરીશ અર્થાત તેને સુધારવા માટે 100 તક આપીશ. પરંતુ આ પ્રણ કેમ લીધું હતું? તેના માટે વાંચો પૂરી કથા.
કોણ હતો શિશુપાલ
શિશુપાલ 3 જન્મોથી શ્રીકૃષ્ણ સાથે વેર ભાવ રાખતો હતો. આ જન્મમાં પણ તે વિષ્ણુની પાછળ પડી ગયો હતો. હકીકત, શિશુપાલ ભગવાન વિષ્ણુનો તે દ્વારપાલ હતો જેને સનકાદિ મુનિઓએ શ્રાપ આપ્યો હતો.
તે જય અને વિજય પોતાના પહેલા જન્મમાં હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ, બીજા જન્મમાં રાવણ અને કુંભકરણ તથા અંતિમ ત્રીજા જન્મમાં કંસ અને શિશુપાલ હતો.
શિશુપાલ કેમ કરતો હતો અપમાન?
- કેમ કે, શિશુપાલ રુકમણિ સાથે વિવાહ કરવા માંગતો હતો. રુકમણીનો ભાઈ રુક્મ તેનો પરમ મિત્ર હતો. રુક્મ પોતાની બહેનના વિવાહ શિશુપાલ સાથે કરાવવા માંગતો હતો અને રુકમણીના માતા-પિતા રુકમણિના વિવાહ શ્રીકૃષ્ણની સાથે કરવા માંગતા હતા, પરંતુ રુક્મએ શિશુપાલની સાથે સંબંધ નક્કી કરી વિવાહની તૈયારી શરૂ કરી દીધી હતી. કૃષ્ણ રુક્મણિનું હરણ કરીને લઈ જાય છે.
- બીજું કારણ એ હતું કે યાદવ વંશી રાજા શિશુપાલ કંસ અને જરાસંઘ મિત્ર હતા. શિશુપાલ શ્રીકૃષ્ણને રોકવા માટે જરાસંઘને હંમેશા સાથ આપતો હતો. શિશુપાલને તે ખબર નહોતી કે શ્રીકૃષ્ણ મારા 100 અપરાધ સુધી મારશે નહીં.
કેમ શ્રીકૃષ્ણએ 100 વખત ક્ષમા કરવાનું વચન લીધું હતું ?
શિશુપાલ કૃષ્ણની ફોઈનો પુત્ર હતો. જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે તેને ત્રણ નેત્ર તથા ચાર ભુજાઓ હતી. તે ગધેડાની જેમ રડી રહ્યો હતો.
માતા-પિતા તેનાથી ડરીને તેનો પરિત્યાગ કરી દેવા માંગતા હતા, પરંતુ ત્યારે આકાશવાણી થઈ કે બાળક બહુ વીર થશે તથા તેના મૃત્યુનું કારણ તે વ્યક્તિ હશે જેના ખોળાનાં જવાથી બાળક પોતાના ભાલ સ્થિત નેત્ર તથા બે ભુંજાઓનો પરિત્યાગ કરશે.
આ આકાશવાણી અને તેના જન્મના વિષયમાં જાણીને અનેક વીર રાજા તેને જોવા આવ્યા હતા. શિશુપાલના પિતાએ તમામ વીરો અને રાજાઓના ખોળામાં બાળક આપ્યું.
અંતમાં શિશુપાલના મામાનો ભાઈ શ્રીકૃષ્ણના ખોળામા જતા તેની બે ભુજાઓ પૃથ્વી પર પડી ગઈ તથા લલાટવર્તી નેત્ર લલાટમાં વિલીન થઈ ગયું.
તેના વિશે બાળકની માતા દુઃખી થઈને શ્રીકૃષ્ણ પાસે તેના પ્રાણોની રક્ષાની માંગ કરી. શ્રીકૃષ્ણએ કહ્યું કે હું તેના 100 અપરાધોને ક્ષમા કરવાનું વચન આપું છું.
કાલાંતરમાં શિશુપાલે અનેક વખત શ્રીકૃષ્ણનું અપમાન કર્યુ અને તેમને ગાળો આપી, પરંતુ શ્રીકૃષ્ણ તેમને ક્ષમા કરી દેતા.
શિશુપાલનો વધ
એક વખતની વાત છે જરાસંઘનો વધ કર્યા પછી શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ઈન્દ્રપ્રસ્થ પાછા આવી જાય છે, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરએ રાજસૂર્ય યજ્ઞની તૈયારી કરી હતી. તે યજ્ઞના ઋતિજ આચાર્ય હોય છે.
યજ્ઞમાં યુધિષ્ઠિરે ભગવાન વેદ વ્યાસ, ભારદ્વાજ, સુનત્તુ, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચ્યવન, કણ્ડવ, મૈત્રેય, કવષ, જિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિનિ, ક્રતુ, પૈલ, પરાશર, ગર્ગ, વૈશમ્પાયન, અથર્વા, કશ્યપ, ઘૌમ્ય, પરશુરામ, શુક્રાચાર્ય, આસુરિ, વીતહોત્ર, મધુદ્વંદા, વીરસેના, અકૃતબ્રણ બધાને આમંત્રિત કર્યા હતા. તે સિવાય બધા દેશોના રાજાધિરાજને પણ બોલાવવામાં આવ્યા હતા.
યજ્ઞ પૂજા પછી યજ્ઞની શરૂઆત માટે સમસ્ત સભાસદો આ વિષય પર વિચાર કરે છે કે સૌથી પહેલા કયા દેવતાની પૂજા કરવામાં આવશે ? ત્યારે સહદેવ ઉઠીને બોલે છે શ્રીકૃષ્ણ બધાના દેવ છે.
જેમની બ્રહ્મા અને શંકર પણ પૂજા કરે છે, તેમને સૌથી પહેલા પૂજાવામાં આવશે, પાંડુ પુત્ર સહદેવનું વચન સાંભળીને બધાએ તેમના કથનની પ્રશંસા કરી.
ભીષ્મ પિતામહએ સ્વયં અનુમતિ આપતા સહદેવનું સમર્થન કર્યું. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનો આરંભ કર્યો.
આ કાર્યથી ચેદિરાજ શિશુપાલ પોતાના આસન પરથી ઉભો થઈ જાય છે અને બોલે છે, હે સભાસદો મને એવું પ્રતીત થાય છે કે કાલવશ બધાની મતિ મરી ગઈ છે.
શું આ બાળક સહદેવથી વધારે બુદ્ધિમાન વ્યક્તિ આ સભામાં નથી, જે આ બાળકની હાં માં હાં મિલાવીને અયોગ્ય વ્યક્તિની પૂજા સ્વીકાર કરી લેવામાં આવી છે ?. શું આ કૃષ્ણથી આયુ, બળ, તથા બુદ્ધિમાં બીજું કોઈ મોટું નથી ?
શું આ ગાય ચરાવતા ગ્વાલેની સમાન કોઈ બીજું અહીં નથી. શું કાગડો હવિશ્યાન્ન લઈ શકે છે?, શું ગીધડ સિંહનો ભાગ પ્રાપ્ત કરી શકે છે ?. ના તેનું કોઈ કુળ છે, ના કોઈ જાતિ, ના તેનો કોઈ વર્ણ છે.
રાજા યયાતિના શ્રાપના કારણે રાજવંશિયોએ આ યદુવંશને બહિષ્કાર કરી દીધો છે. તે જરાસંઘથી ડરીને મથુરા છોડીને સમુદ્રમાં જઈને છુપાય ગયો હતો. તો પછી તે કેવી રીતે અગ્રપૂજા કરવાનો અધિકાર છે ?.
આ રીતે શિશુપાલે શ્રીકૃષ્ણનું અપમાન કરીને ગાળો આપી હતી. આ સાંભળીને શિશુપાલને મારી નાંખવા માટે પાંડવ, મત્સ્ય, કેકય અને સુચયવર્ષા નરપતિ ક્રોધિત થઈને હાથમાં હથિયાર ઉઠાવી લે છે, પરંતુ શ્રીકૃષ્ણ તે બધાને રોકે છે. ત્યાં વાદ-વિવાદ થવા લાગે છે, પરંતુ શિશુપાલને તેનાથી કોઈ ડર નહતો લાગતો. કૃષ્ણએ બધાને શાંત કરીને યજ્ઞ કાર્ય શરૂ કરવાનું કહ્યું. પરંતુ શિશુપાલને કોઈ ફરક ના પડયો. તેણે ફરીથી શ્રીકૃષ્ણને ગાળો આપી, ત્યારે શ્રીકૃષ્ણએ જોરથી કહ્યું કે બસ શિશુપાલ ' મે તારા 100 અપરાધોને ક્ષમા કરવાનું વચન લીધું હતું એટલા માટે અત્યાર સુધી તુ જીવે છે. હવે તારા 100 પાપ પૂરા થઈ ગયા છે. અત્યારે પણ તું ખુદને બચાવી શકવામાં સક્ષમ છે. શાંત થઈને અહીંથી જતો રહે અથવા ચુપચાપ બેસી રહે, તેમાં તારી ભલાઈ છે.'
પરંતુ શિશુપાલ પર શ્રીકૃષ્ણની ચેતવણીની કોઈ અસર ન થઈ અંતે તેમને કાળવશ થઈ પોતાની તલવાર નીકાળી શ્રીકૃષ્ણને ફરીથી ગાળો આપી.
શિશુપાલનાં મુખમાંથી અપશબ્દો નીકળતા શ્રીકૃષ્ણ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને પલક જપકતા જ શિશુપાલનું માથું કપાયને પડી જાય છે. તેના શરીરથી એક જ્યોતિ નીકળીને ભગવાન શ્રીકૃષ્ણની અંદર સમાય જાય છે.