Get The App

જીવનના વિઘ્નો અને અડચણો દૂર કરવા માટે કરો ભગવાન ગણેશજીની આ સ્તુતિ

Updated: Jun 16th, 2021


Google NewsGoogle News
જીવનના વિઘ્નો અને અડચણો દૂર કરવા માટે કરો ભગવાન ગણેશજીની આ સ્તુતિ 1 - image

નવી દિલ્હી, તા. 16 જૂન 2021, બુધવાર 

હિન્દૂ માન્યતાઓ અનુસાર કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. બુધવારના દિવસે સંપૂર્ણ વિધિ વિધાન સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઇને તેમના દુખને દૂર કરે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. ભગવાન ગણેશ પોતે રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે. તેઓ ભક્તોની અડચણો, સંકટ, રોગ-દોષ અને દરિદ્રતાને દૂર કરે છે. શાસ્ત્રો અનુસાર શ્રી ગણેશજીની વિશેષ પૂજાનો દિવસ બુધવાર છે. 

કહેવામાં આવે છે કે બુધવારે ગણેશજીની પૂજા અને કેટલાય ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થાય છે. બુધવારના દિવસે ગણેશ પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.. ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે.. જે લોકોને જીવનમાં કોઇ પણ પ્રકારની અડચણો આવતી હોય તો તેના માટે બુધવારની પૂજા વિશેષ ફળ આપનાર સાબિત થઇ શકે છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારના દિવસને સ્તુતિ અને મંત્રનો જાપ કરો. 

ભગવાન ગણેશની સ્તુતિ

શ્લોક :-

ૐ ગજાનનં ભૂંતાગણાધિ સેવિતમ્, 

કપિત્થજમ્બૂ ફલચારૂ ભક્ષણમ્।

ઉમાસુતમ્ શોક વિનાશ કારકમ્, 

નમામો વિઘ્નેશ્વર પાદપંકજમ્ ॥

સ્તુતિ :-

ગાઇએ ગણપતિ જગવંદના ।

શંકર સુવન ભવાની કે નંદન ॥

ગાઇએ ગણપતિ જગવંદન.... 


સિદ્ધિ સદન ગજવદન વિનાયક ।

કૃપા સિંધુ સુંદર સબ લાયક ॥

ગાઇએ ગણપતિ જગવંદન.... 


મોદક પ્રિય મૃદ મંગલ દાતા ।

વિદ્યા બારિધિ બુદ્ધિ વિધાતા ॥

ગાઇએ ગણપતિ જગવંદન.... 


માંગત તુલસીદાસ કર જોરે ।

બસહિં રામસિય માનસ મોરે ॥

ગાઇએ ગણપતિ જગવંદન...

મંત્ર :- 

'ૐ ગં ગણપતયે નમ:'

પૂજા-વિધિ :-

- જે બુધવારના દિવસે વ્રત શરૂ કરવાનું છે તે દિવસે સવારે સૂર્યોદયના સમયે ઉઠીને સ્નાન કરીને જેટલા વ્રત કરવાના છે તેનો સંકલ્પ લો. 

- ઘરના મંદિરમાં ગણઓઅતિ યંત્રની સ્થાપના કરો અને ભગવાન ગણેશનું ધ્યાન કરો. 

- રોલી, અક્ષત, દીપક, ધૂપ, દૂર્વા વગેરેથી ગણેશજીની પૂજા કરો. 

- ત્યારબાદ વ્રતની કથા વાંચો અને ગણેશજીને લાડુ અથવા તો પ્રસાદનો ભોગ ચઢાઓ.

- પૂજા કરીને આએઅરી કરો અને પોતાની ભૂલોની ક્ષમા પ્રાર્થના કરો. 

- ભગવાન ગણેશથી કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો અને દિવસભર ફળાહાર વ્રત રાખો. 

- બુધવારે વ્રતમાં તમે મીઠાનું સેવન ન કરશો. 

- સાંજે પૂજા કરો અને સર્વપ્રથમ પ્રસાદ ગ્રહણ કરીને વ્રત ખોલો. 

- આ દિવસે અસહાય અથવા જરૂરતમંદ વ્યક્તિને ક્ષમતાનુસાર લીલા મગની દાળ અને લીલા રંગના વસ્ત્ર દાન કરો. 


Google NewsGoogle News