Get The App

સિંહ : જૂનું ભૂલીને નવું સ્વીકારવાનો સમય આવી ગયો છે

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
સિંહ : જૂનું ભૂલીને નવું સ્વીકારવાનો સમય આવી ગયો છે 1 - image


- 23 જુલાઈથી 22 ઓગસ્ટ 

ક્રાંતિવૃતના ૧૨૦થી ૧૫૦ સુધીમાં ભાગમાં લિઓ અથવા સિંહ રાશિ આવેલી છે. તેમાં મગા, પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની - આ ત્રણ નક્ષત્રનો સમાવેશ થાય છે. અગ્નિ તત્ત્વની રાશિ છે. ી સ્વભાવ છે. ક્ષત્રિય વર્ણ છે. એનું ચિહ્ન સિંહ છે. ક્ર અને દીર્ઘ રાશિ છે. ૧૦મા સ્થાનમાં બળવાન બને છે. સિંહ રાશિના જાતકો હંમેશા આગેવાની લેવાની વૃત્તિ ધરાવતા હોય છે. ગરમ સ્વભાવ, અભિમાની જીવ. માનમોભો અને પ્રતિાના આગ્રહી. સિંહ રાશિનો ગ્રહ સૂર્ય હોવાના કારણે આ જાતકમાં ભરપૂર જીવનશક્તિ અને ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં ટકી રહેવાની તાકાત હોય છે. પરોપકારી અને શુભ આશયવાળું મન હોવાના કારણે પોતાના આશ્રયમાં રહેતી વ્યક્તિઓની જવાબદારી પ્રામાણિકતાથી નિભાવી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો હોવા છતાં પણ તેઓ ક્ષમાશીલ હોય છે. સ્વબળે આગળ વધવાની અને ધ્યેય સુધી પહોંચી વળવાની તાકાત તેમનામાં હોય છે. જો એક વખત કોઈ વ્યક્તિને મગજમાંથી કાઢી નાખે તો પછી જિદપૂર્વક તે વ્યક્તિ તરફ આજીવન નજર સુધ્ધાં કરતા નથી. ગ્રહમંડળમાં સૂર્ય રાજા હોવાના કારણે આ જાતકો વિશાળ દિલના હોય છે. ખુશામતપ્રિય પણ ખરા. જ્યાં માન, મોભો ને પ્રતિા ન સચવાય ત્યાં આ જાતકો ક્યારેય જતા નથી.

તાપસી પન્નુ - 1 ઓગસ્ટ

સૈફ અલી ખાન - 16 ઓગસ્ટ 

શરીર - મન - સ્વાસ્થ્ય

સિંહ રાશિવાળા જાતકો છેલ્લા બે વર્ષથી જે શારીરિક માનસિક પરેશાની ભોગવી રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. ઘણા સમયની લાંબી બીમારીથી પીડાતા સિંહ રાશિના જાતકોને પણ રાહતનો શ્વાસ લેવાનો સમય આવી ગયો છે. ચિંતા  મુક્ત થઈ આયોજનપૂર્વક કામની શરૂઆત કરશો તો શુભ ફળની પ્રાપ્તિ થશે. જૂનું ભૂલીને નવું સ્વીકારવાનો સમય આવી ગયો છે. સામાજિક અને પારિવારિક સંબંધોની ખટાશના હિસાબે જે માનસિક પરેશાની આપ ભોગવી રહ્યા હતા તે સમય પૂરો થઈ ગયો છે. 

મારું ઘર મારો પરિવાર 

પરિવારમાં સંબંધો સુધરે તેમજ શુભ કાર્યનું આયોજન થાય તેવા યોગ છે. મેથી ઓક્ટોબર દરમિયાન કૌટુંબિક સંબંધો સુધારવાના યોગ ખૂબ સારા બને છે સામસામે બેસીને ચર્ચા કરવાથી ઘણા બધા ખુલાસા થઈ જાય અને પરિવારમાં થયેલાં મન દુ:ખનાં કારણો જાણી શકાય. સમાધાન મળી જાય પછી પરિવાર ફરીથી એકત્ર થઈને હળીમળીને સાથે રહેવાનો પ્રયત્ન કરી શકે. પરિવારના વડીલો તરફથી પણ સાથ અને સહયોગ મળી જાય માટે કહેવાય છે કે મોભે ખીલા વધારે વાગે આ કહેવત અનુસાર ઘરના વડીલ વર્ગ થોડું ઘણું સહન કરીને પણ પરિવારને એકત્ર કરવામાં સફળ થઈ જાય. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

સિંહ રાશિના જાતકો, કે જેના ઘણા વખતથી લગ્ન થઈ શકતા નથી, તેમના માટે મેં ૨૦૨૫ પછીનો સમય ખૂબ સારો સાબિત થાય તેમ છે. રાહુ મહારાજનું સાતમા સ્થાનના પરિભ્રમણને કારણે લગ્નમાં આવેલા વિલંબમાંથી ઉકેલ મળે. પ્રેમલગ્ન કરવા ઈચ્છુક જાતકો માટે મેથી ઓક્ટોબર મહિનાનો ગાળો શુભ ફળ આપે. મેથી ઓક્ટોબર દરમિયાન  સંતાનપ્રાપ્તિના વિશેષ યોગ બને છે.

ભણતર અને ગણતર 

મેથી ઓક્ટોબર મહિના સુધી ગુરુ મહારાજ મિથુન રાશિમાં ભ્રમણ કરવાના છે. એ સીધી દ્રષ્ટિથી અભ્યાસ ભુવન ઉપર દ્રષ્ટિ કરશે માટે અભ્યાસ માટે તે સાનુકૂળ સમય છે.  

જે વિદ્યાર્થીઓ પરદેશ ભણવા જવા માગે છે તેમના માટે ઓક્ટોબર પછીનો સમય વધારે અનુકૂળ  રહેશે.  

નોકરી - ધંધો - કરીઅર 

નોકરીમાં પ્રગતિ અને બઢતી થાય તેવા યોગ છે. નોકરી બદલવાની ઈચ્છા ધરાવતા જાતકો માટે ઓક્ટોબર પછીનો સમય વધારે સારો રહે. ધંધાદારીઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી પડે. ઈચ્છા મુજબના ઓર્ડરો યોગ્ય સમયે ન મળે તેવું બને. ધંધામાં અવિચારીપણે મૂડીરોકાણ ન થઈ જાય તે જોજો. પૈસાનું આયોજન કરતી વખતે ખૂબ સાવચેત રહેવું. 

પૈસા યે પૈસા 

સિંહ રાશિવાળા જાતકો બિનજરૂરી ખર્ચામાં બ્રેક લગાવે તે ખૂબ જરૂરી છે. પૈસાનું આયોજન વ્યવસ્થિત રીતે જો કરવામાં આવે તો કોઈ તકલીફ પેદા નહીં થાય. સંતાનો પાછળ ખર્ચ થાય, પત્ની પાછળ પણ ખર્ચ થાય. સમજીવિચારીને મની મેનેજમેન્ટ કરવું.  

વાહન અને જમીન સુખ 

વાહન ખરીદવા ઈચ્છતા સિંહ રાશિના જાતકો માટે ઓક્ટોબર પછીનો સમય વધારે અનુકૂળ છે. તમારી ઈચ્છા મુજબનું વાહન તમે આ સમય દરમિયાન ખરીદી શકો તેવા યોગ ઊભા થાય છે. ઘણા જાતકો છેલ્લાં બે વર્ષથી ઘર બનાવવાની કે જમીન-મકાનમાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા ધરાવે છે. આ રોકાઈ ગયેલા કામમાં  સફળતા મળે તેવો સમય પાકી ગયો છે. ૨૦૨૫નું વર્ષ મકાન અને વાહનોની સુખાકારી માટે સારું સાબિત થશે. 

નારી તું નારાયણી

સિંહ રાશિની બહેનોને ૨૦૨૫ દરમિયાન શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ થાય. માતા, પરિવારના સભ્યો, ભાઈબંધુઓને મળવાના યોગ છે. સંતાન પરદેશમાં રહેતા હોય તો એને મળવાનો યોગ પણ ૨૦૨૫ની સાલમાં બને છે. ગુરુનું રાશિ ભ્રમણ તેમજ રાહુના રાશિ પરિવર્તનને ધ્યાનમાં લેતાં લગ્ન વાંચ્છુ બહેનો માટે લગ્નના યોગો પ્રબળ બને. ભણી લીધા પછી નોકરી ન મળતી હોય તેવી સિંહ રાશિની બહેનોને કર્ક રાશિનો ગુરૂ નોકરી મેળવવામાં મદદરૂપ થશે. 

વિશેષ ઉપાય 

ગુરુ મહારાજ, રાહુ મહારાજ અને શનિ મહારાજના રાશિ પરિભ્રમણને ધ્યાનમાં રાખતા સિંહ રાશિના  જાતકો જો ગુરુનું દાન મંત્ર કરે તો શુભ ફળની પ્રાપ્તિ થાય.

AstroLeo

Google NewsGoogle News