10મી ઓક્ટોબરે તુલા રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ ત્રણ રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ
Image:Freepik
Laxmi Narayan Yog in Tula Rashi: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ચાલમાં ફેરફાર કરે છે. ચાલમાં ફેરફાર તમામ રાશિના જાતકોને સારી અને ખરાબ અસર કરતો હોય છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 10 ઓક્ટોબરે બુધ ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ 10 ઓક્ટોબરે ગ્રહોનો રાજકુમાર બુધ સવારે 11.25 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 ઓક્ટોબર સુધી સુખ-સુવિધાઓ આપનાર શુક્ર તેની મૂળ ત્રિકોણ રાશિ તુલા રાશિમાં રહેશે. 10 ઓક્ટોબરે બુધ પણ આ રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગ 3 રાશિના લોકો માટે શુભ સાબિત થવાનો છે.
મેષ
મેષ રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. કરિયરના સંદર્ભમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારી માટે સમય સાનુકૂળ રહેશે. નવા સોદા મળી શકે છે જેમાં નફો પણ સારો રહેશે.
વૃષભ રાશિ
તુલા રાશિમાં બનેલો લક્ષ્મી નારાયણ યોગ વૃષભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નવી નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધનલાભના નવા સ્ત્રોત બનશે.
સિંહ
સિંહ રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ યોગ શુભ ફળ આપશે. આ રાશીના લોકોના અટકેલા કામ પૂરા થશે તેમજ આર્થિક લાભની શક્યતાઓ બની શકે છે જે નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. વૈવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે. લવ લાઈફમાં સુધારો થશે. નોકરી કરતા લોકોને નવી તકો મળશે. વેપારી માટે પણ સમય સાનુકૂળ રહેશે.